આધુનિક સમયમાં મોટા ભાગના લોકોની પાસે એટીએઅમ કાર્ડ છે. પૈસા ઉપાડી લેવાની બાબત ચોક્કસપણે સુવિધાજનક બની ગઇ છે. સાથે સાથે કેટલાક ખતરા પણ વધી ગયા છે. તેનાથી વધારે પૈસા ઉપાડી લેવા માટેની બાબત એટીએમ ઠગો માટે પણ સરળ બની ગઇ છે. એટીએમ કાર્ડ બદલવા, કાર્ડ ક્લોનિંગ અને તેની સાથે જોડાયેલા સેકંડો કેસ દિલ્હી અને એનસીઆરમા જ નહીં બલ્કે સમગ્ર દેશમાં નોંધાઇ રહ્યા છે. શક્ય છે કે આપની સાથે પણ એટીએમ છેતરપિડી થઇ શકે છે. તમે ટ્રાન્જેક્શન કરી હોય કે ન કરી હોય છેતરપિડીં શક્ય રહેલી છે. એટીએમ કાર્ડ આપના ખિસ્સામાં હોય છે અને મોબાઇલ પર એકાઉન્ટમાંથી પૈસા જતા રહેવાના મેસેજ ફ્લેશ થતા રહે છે. આવુ કેમ થાય છે તે બાબતની સામાન્ય લોકોને માહિતી નથી. પરંતુ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ આ શક્ય છે. કારણ કે ભારતમાં એટીએમ અને તેની સમગ્ર સિસ્ટમ એટલી બિનસુરક્ષિત છે કે તેમા સાબર છેતરપિંડી શક્ય છે. સાયબર છેતરપિંડી ભારતમાં ખુબ સરળ રીતે થાય છે. આ ખુલાસો થોડાક દિવસ પહેલા બલ્ગારિયાના બે શખ્સ પાસેથી થયો હતો. દિલ્હી પોલીસે તેમને જુનમાં પકડી પાડ્યા હતા. આરોપીઓએ પુછપરછમાં કહ્યુ હતુ કે યુરોપમાં ટેકનિકની દ્રષ્ટિએ એટીએમ મશીન વધારે સુરક્ષિત છે. કારણ કે ક્લોનિંગ અથવા તો કોઇ ગેરરિતી થાય તો પકડી શકાય છે. જ્યારે ભારતમાં એટીએમ મશીન ટેકનોલોજીની દ્રષ્ટિએ નબળી રહેલી છે. અહીં ઠગાઇ કરીને પૈસા ઉપાડી લેવાની બાબત ખુબ સરળ છે.
આ લોકો એટીએમ કાર્ડ ક્લોનિંગ અને સ્કીમિંગના મારફતે મોટા પાયે છેતરપિંડી કરી શકે છે. તેમના કહેવા મુજબ એટીએમ સેફ્ટી ફિચટર એટલા અનસેફ છે કે ત્રણ વર્ષથી ટ્યુરિસ્ટ વીઝા પર આવતા હતા અને છેતરપિંડી કરીને પાછા જતા રહેતા હતા. કાર્ડ ક્લોનિંગ કઇ રીતે થાય છે તે પ્રશ્ન તમામને થાય તે સ્વાભાવિક છે. આનો જવાબ પણ નિષ્ણાંત પોલીસ અધિકારીઓ ધરાવે છે. એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ક્લોનિંગ માટે સૌથી પહેલા સ્કિમરની જરૂર હોય છે. સ્કીમરને સ્વાઇપ મશીન અથવા તો એટીએમમાં ફિટ કરી દેવામાં આવે છે. કાર્ડ સ્વાઇપ અથવા તો એટીએમ મશીનમાં યુઝ કરતાની સાથે તમામ વિગતો સ્કીમરમાં કોપી થઇ જાય છે. ફોર્જરી કરનાર લોકો આપના કાર્ડની તમામ માહિતી મેળવી લે છે. ફોર્જરી કરનાર લોકો કાર્ડની તમામ વિગત કોમ્પ્યુટર અથવા તો અન્ય રીતે ખાલી કાર્ડમાં દાખલ કરી નાંખે છે. જેથી ક્લોન કાર્ડ તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ યુઝરના ખાતામાંથી દેશ વિદેશમાંથી પૈસા ઉપાડી દેવામાં આવે છે. સાઇબર નિષ્ણાંતોના કહેવા મુજબ લોકો જાગરૂક ન હોવાના કારણે સાઇબર ક્રાઇમનો શિકાર થઇ જાય છે. સાઇબર ગેંગ ખુબ સક્રિય રહે છે. તેમના કનેકશન સીધી રીતે સાઇબર અપરાધીઓના માસ્ટરમાઇન્ડ સાથે જોડાયેલા રહે છે. વધતા મામલાને ધ્યાનમાં લઇને નેશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલની મદદ તમે લઇ શકો છો. ફરિયાદની સાથે સાથે ટોલ ફ્રી નંબર પર માહિતી મેળવી શકો છો.
દિલ્હી પોલીસના સાઇબર સેલના ડીસીપી અન્યેશ રોયે કહ્યુ છે કે દિલ્હી પોલીસ ટુંક સમયમા જ એટીએમ સિક્યુરિટીને લઇને વધારે મજબુત પગલા લેવા જઇ રહી છે. આ સંબંધમાં લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. અભિપ્રાયમાં ચકાસણી કરવામાં આવી રહી છે. સૌથી સારા ઉપાય અને સુચનોને સંબંધિત બેંકો અને આરબીઆઇને આપવામાં આવનાર છે. એટીએમમાં જઇને કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. કાર્ડ વાળા સ્લોટને ધ્યાનથી જોવાની જરૂર હોય છે. જો તે લુઝ છે તો તેમાં કાર્ડ નાંખવા જોઇએ નહીં. સ્લોટની પાસે રહેલી ગ્રીન લાઇટ ન થાય તો તેમાં તકલીફ છે તેમ સમજવુ જોઇએ. પાસવર્ડ નાંખતી વેળા એટીએમના કિ પેડને ઢાંકી દેવાની જરૂર હોય છે. કઇ તકલીફ થાય તો બેંકમાં ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવાની હોય છે. બેંક કાર્યવાહી કરીને ૯૦ દિવસમાં પૈસા પરત કરે છે. જો તમને લાગે છે કે કોઇ તકલીફ થઇ છે તો તરત જ બેંકને કોલ કરીને કાર્ડને બ્લોક કરાવવાની જરૂર હોય છે. જે એટીએમમાં પહેલાથીજ બે ત્રણ લોકો ઉભા રહે છે ત્યાં કાર્ડનો ઉપયોગ કરવાથી બચવાની જરૂર હોય છે. કોઇની ક્યારેય મદદ લેવી જોઇએ નહી. કોઇને કાર્ડ પણ આપવા જોઇએ નહી. કાર્ડ આપના ખિસ્સામાં છે અને પૈસા ઉપડી ગયા છે તો તેનો અર્થ છે કે કાર્ડક્લોન થયુ છે. ડેટાની ચોરી થઇ છે. આવી જ રીતે ક્રેડિટ કાર્ડમાં પણ નુકસાન થાય છે.