એમેઝોન એ દુનિયાની મુખ્ય ઇ-કોમર્સ સાઇટમાંની એક છે. જેમાં ગ્રાહકો દરેક વસ્તુની ખરીદી કરી શકે છે. હવે એમેઝોને એક નવું જ ફિચર લોન્ચ કર્યુ છે, જેમાં તમે કોઇ પણ દેશનો સામાન ખરીદી શકશો. સાથે જ તમને શિપિંગ કોસ્ટ, ઇંપોર્ટ ડ્યુટી, અને કિંમત પણ બતાવશે. એપ્લિકેશનમાં ઘણી બધી ભાષાઓનો વિકલ્પ પણ આપ્યો છે. હવે આ ફિચરને કેવી રીતે ઉપયોગ કરશો..
- તમારા એમેઝોન શોપિંગ એપને ઓપન કરો, તેમાં ડાબી બાજુ મેનુ પર ક્લિક કરો
- ત્યાં તમને સેટીંગનું ઓપ્શન દેખાશે, અને ત્યાં એક ઝંડો પણ દેખાશે જે તે કંટ્રીને તમે ચૂઝ કરી હશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને બીજો ઓપ્શન દેખાશે, જ્યાં બીજા દેશ અને ભાષાઓનો ઓપ્શન હશે. તમારે જ્યાંથી શોપિંગ કરવી છે તે દેશ અને ભાષા સિલેક્ટ કરવાની રહેશે.
- સિલેક્ટ કર્યા બાદ એક નવી વિન્ડો ખુલશે અને ત્યાં જે-તે દેશની વેબસાઇટ સિલેક્ટ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ફરી એકવાર જે-તે દેશને સિલેક્ટ કરી અને ભાષા સિલેક્ટ કરવાની રહેશે.
- આખી પ્રોસેસ કર્યા બાદ ડન બટન દબાવી દેવું. બસ ત્યારપછી તમે તે દેશમાંથી શોપિંગ કરી શકશો.
એમેઝોનની સામે કેટલીક વેબસાઇટ છે જે તેની કોમ્પિટીશનમાં છે, માટે તમારે ગ્રાહકો માટે કંઇકને કંઇક નવું કરતુ રહેવું પડે. એમેઝોને આ સુવિધા આપ્યા બાદ કદાચ ઘણા લોકો બીજી વેબસાઇટને ઇગ્નોર કરીને એમેઝોન પરથી જ શોપ કરશે.