નવીદિલ્હી: રિઝર્વ બેંકના આંકડાઓ મુજબ વિદેશી હુંડિયામણ ભંડોળનો આંકડો ૩.૩૨ કરોડ ડોલર ઘટીને ૪૦૦.૮૪ અબજ ડોલર રહી ગયો છે. વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે ૧૭મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશમાં વિદેશી ચલણ ભંડોળનો આંકડો ૪૦૦.૮૪૭ અબજ ડોલર થઇ ગયો છે.
આ પહેલાના સપ્તાહમાં આંકડો ૧.૮૨૨ અબજ ડોલર ઘટીને ૪૦૦.૮૮૧ અબજ અમેરિકી ડોલર રહી ગયો હતો. રિઝર્વ બેંક દ્વારા રૂપિયાના અવમુલ્યનને રોકવા માટે અમેરિકા ડોલરના વેચાણના પરિણામ સ્વરુપે છેલ્લા કેટલાક સપ્તાહથી વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો થયો છે. રૂપિયો ગગડીને ૭૦ રૂપિયા પ્રતિડોલરની આસપાસ પહોંચી ગયો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો શુક્રવારના દિવસે ૭૦.૨૪ પર ખુલ્યો છે. ૬૯.૯૧ ઉપર બંધ થયો હતો. ૧૪મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે રૂપિયો ૭૦.૪૦ સુધી પહોંચ્યો હતો.