ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮ થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ છે. આમ નવા વર્ષની શરુઆતે જ રાજ્યના ખેડૂતોને માટે ચિંતાની આગાહી થઈ છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more