અમદાવાદ: ફોર્ડ ઈન્ડિયાએ આજે તેની કોમ્પેક્ટ સેડાન ન્યૂ ફોર્ડ એસ્પાયર રજૂ કરી હતી. અમદાવાદ ભારતીય ગ્રાહકો માટે રૂ. 555000થી આરંભિક આકર્ષક કિંમતે તે રજૂ કરવામાં આવી છે.
પાવર સ્ટાઈલ અને સબ્સ્ટેન્સને જોડતાં નવી ફોર્ડ એસ્પાયર ઘણી બધી સેગમેન્ટમાં અવ્વલ ટેકનોલોજીઓ, કક્ષામાં ઉત્તમ સુરક્ષા, ડ્રાઈવ કરવામાં મોજીલો ડીએનએ અને બેજોડ માલિકી ખર્ચ સાથે કોમ્પેક્ટ સેડાનને નવું પરિમાણ આપે છે.
કાર બે ઈંધણ વિકલ્પ અને સાત રંગોમાં પાંચ પ્રકારમાં ઉપલબ્ધ છે.
નવીફોર્ડ એસ્પાયર સંપૂર્ણ પેકેજ છે. ઝુંડથી અલગ તરી આવવા માગતા અને તેમની કારમાંથી વધુ અનુભવવા માગનાર માટે તે તૈયાર કરવામાં આવી છે, એમ ફોર્ડ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું. સેગમેન્ટમાં ઉત્તમ અને ઉદ્યોગમાં પ્રથમ વિશિષ્ટતાઓ સાથે નવીફોર્ડ એસ્પાયર દરેક ગ્રાહકોને તેઓ ઈચ્છે તે મુજબ, એટલે કે, ઈચ્છા અનુસાર લૂક, ડ્રાઈવિંગની ખૂબીઓની મોજમસ્તી, સુરક્ષા અને સૌથી પરવડનારો માલિકી અનુભવ મળે તેની ખાતરી રાખે છે.
આગેવાની કરે તે રીતે પાવર્ડ છે, નવીફોર્ડ એસ્પાયર ક્ષમતામાં ભવ્ય છે અને ફોર્ટની ફન-ટુ- ડ્રાઈવ વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે.
કોમ્પેક્ટ સેડાન હવે ફોર્ટનું સંપૂર્ણ નવું, થ્રી સિલિંડર 1.2 લિ TiVCT પેટ્રોલ એન્જિન નાનું, હલકું અને ઈંધણ કાર્યક્ષમ છે. નૈસર્ગિક રીતે એસ્પિરેટેડ એન્જિન કક્ષામાં ઉત્તમ પીક પાવરના 96 પીએસ અને ટોર્કના 120 એનએમ ઊપજાવે છે, જ્યારે લિટર દીઠ 20.4 કિમીની અનન્ય ઈંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
ડીઝલ પ્રેમીઓ માટે નવી ફોર્ડ એસ્પાયર વિશ્વસનીય 1.5 લિ. TDCi એન્જિન સાથે આવે છે, જે કક્ષામાં અવ્વલ 100 પીએસ પીક પાવર, 215 એનએમ ટોર્ક અને લિટર દીઠ 26.1 કિમી ઈંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
બંને એન્જિન સાથે જોડમાં સંપૂર્ણ નવા, ફાઈવ- સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, જે સ્પોર્ટિયર અને ફન-ટુ- ડ્રાઈવ છે. આ નવું મેન્યુઅલ ટ્રાન્સમિશન લગભગ 15 ટકા હલકું છે અને એનવીએચ ઓછું કરવા સાથે ઈંધણ કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે. તેમાં તેની પુરાગામી કરતાં 40 ટકા ઓછું ગિયર ઓઈલ જરૂર પડે છે. ડ્રાઈવરો વાહન ચલાવતા હોય ત્યારે વધુ આસાન, વધુ પ્રતિસાદાત્મક ગિયર શિફ્ટ્સનો અનુભવ કરી શકે છે.
પસંદગીની ઉત્તમ પાવર પ્રદાન કરતાં ફોર્ડે નવીફોર્ડ એસ્પાયરમાં તેનું નવું સિક્સ- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ રજૂ કર્યું છે. નવા 1.5 લિ પેટ્રોલ, થ્રી- સિલિંડર એન્જિન સાથે જોડમાં ઓટોમેટિક નવીફોર્ડ એસ્પાયર 123 પીએસ પીક પાવર પ્રદાન કરે છે. સર્વ ત્રણ એન્જિન તેમની સંબંધિત શ્રેણીઓમાં અત્યંત શક્તિશાળી છે.
મને જીતે અને ધ્યાન ખેંચે તે રીતે સ્ટાઈલ્ડ છે
નવીફોર્ડ એસ્પાયરમાંકોમ્પેક્ટ, સબ-4-મીટર ડિઝાઈન સ્માર્ટ રીતે અમલ કરાઈ છે, જે દરેક અંશથી તેનો લૂક પ્રમાણસર હોય તેની ખાતરી રાખે છે.
ફ્રન્ટ ફાસિયાની નવેસરથી કરાયેલી ડિઝાઈનમાં થ્રી- ડાયમેન્શનલ સેલ્યુલર ગ્રિલ છે. આથી કાર અનોખી તરી આવવા સાથે પોતાની છાપ છોડે છે. નવા ફોગ લેમ્પ્સ પ્રીમિયમ ક્રોમ સરાઉન્ડિંગમાં મઢવામાં આવ્યા છે અને આગળના બમ્પરમાં બહુ જ સુંદર રીતે એકીકૃત કરાયા છે. નવીફોર્ડ એસ્પાયરમાં હેડલેમ્પ્સમાં બ્લેક એન્કેસિંગ સ્પોર્ટી છતાં પ્રીમિયમ લૂક્સ આપે છે. આ જ રીતે નવી ડિઝાઈનનાં ટેઈલ લેમ્પ્સ માર્ગ પર તેના બેજોડ સ્ટાન્સ સાથે સુમેળ સાધે છે.
નવીફોર્ડ એસ્પાયરમાં પ્રીમિયમ એલોયઝ અને મોટાં 15 ઈંચ ટાયરો પણ છે, જે વિશ્વાસ પ્રદાન કરવા સાથે આસાન ડ્રાઈવ ગતિશીલતા પ્રદાન કરે છે.
નવીફોર્ડ એસ્પાયરમાં કેબિનમાં ઉષ્માભર્યું, બીજ ઈન્ટીરિયર તેના પ્રીમિયમપણામાં ઉમેરો કરે છે અને જગ્યાના અર્થને બહેતર બનાવે છે. સીટ્સને બહેતર સપોર્ટ અપાયો છે, જેથી દરેક પ્રવાસ આરામદાયક બને છે, જેમાં રિયરમાંબે ઈન્ટીગ્રેટેડ કપ અથવા બોટલ હોલ્ડર્સ સાથે સેન્ટ્રલ આર્મરેસ્ટનો સમાવેશ થાય છે.
કેબિનમાં ભરપૂર સુવિધાઓ છે, જેમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, કક્ષામાં ઉત્તમ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ, બે યુએસબી સ્લોટ્સ, પુશ- બટન સ્ટાર્ટ/ સ્ટોપ, ઈલેક્ટ્રોક્રોમિક આઈઆરવીએમ, રેઈન- સેન્સિંગ વાઈર્સ અને ઓટોમેટિક હેડલેમ્પ્સ વગેરેનો સમાવેશ થાય છે.
પૂરતું મૂલ્ય, સુરક્ષા અને કનેક્ટિવિટી
નવીફોર્ડ એસ્પાયર પૂરતું પેકેજ છે, જેમાં ઘણી બધી નાવીન્યતાઓ માલિકોને માહિતગાર, મનોરંજિત અને દરેક વખત સુરક્ષિત રાખે છે.
કોમ્પેક્ટ સેડાન સુરક્ષા બાબતે ફોર્ડની આગેવાની ચાલુ રાખશે, જે વેરિયન્ટ લાઈન-અપમાં સ્ટાન્ડર્ડ ડ્યુઅલ એરબેગ્સ ઓફર કરે છે. વધુ સુરક્ષા જોનાર માટે તે ટોપ ટાઈટેનિયમ + ટ્રિમ પર છ સુધી એરબેગ્સ ઓફર કરે છે.
એરબેગ્સની પાર જતાંફોર્ડ એસ્પાયર બહેતર પ્રવાસી સુરક્ષાની અનેક વિશિષ્ટતાઓ ઓફર કરશે, જેમાં ઈલેક્ટ્રોનિક બ્રેક- ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઈબીડી) સાથેએન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ)નો સમાવેશ થાય છે, જે ડ્રાઈવરોને બહેતર પકડ આપવા સાથે ડ્રાઈવ સ્મૂધ રાખશે.
નવીફોર્ડ એસ્પાયર તેના માલિકોને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી) અને ઈલેક્ટ્રિક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ (ઈપીએએસ) સાથે ઝડપી ટર્ન્સ અને બેન્ડ્સ નેવિગેટ કરવામાં મદદ કરે છે. ઉપરાંત ઓટોમેટિક ટ્રાન્સમિશન, હિલ- લોન્ચ આસિસ્ટ ફીચર ઈન્કલાઈન્સ પર વધુ નિયંત્રણ આપે છે.
નવીફોર્ડ એસ્પાયરમાં ફોર્ડની ઈન-કાર ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, 6.5 ઈંચ ટચસ્ક્રીન સાથે સિન્ક 3નો સમાવેશ થાય છે, જે ડ્રાઈવરોને વોઈસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને તેમના મનોરંજન અને કનેક્ટેડ સ્માર્ટફોનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
સિન્ક 3 સિસ્ટમ એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કોમ્પેટિબલ છે અને ડ્રાઈવરોને તેમના એપ્પલ કારપ્લે અથવા એન્ડ્રોઈડ ઓટો પેર્ડ ફોન્સ થકી નેવિગેશનનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. સિન્ક 3 સિસ્ટમ ઈમરજન્સી આસિસ્ટન્સ પણ આપે છે, જે સંભવિત જીવનદાયી ટેકનોલોજી દુર્ઘટનાના સંજોગોમાં પેર્ડ ફોનમાંથી આપોઆપ ઈમરજન્સી સેવાઓને કોલ કરે છે.
સંપૂર્ણ મનની શાંતિ આપતાં નવીફોર્ડ એસ્પાયર ભારતમાં એકમાત્ર એવી કોમ્પેક્ટ સેડાન છે, જે કક્ષામાં અવ્વલ પાંચ વર્ષ અથવા 100,000 કિમી વોરન્ટી આપે છે, જેમાં 2 વર્ષની ફેક્ટરી વોરન્ટી અને 3 વર્ષની વિસ્તારિત વોરન્ટીનો સમાવેશ થાય છે.
આ સાથે નવીફોર્ડ એસ્પાયર તેના સેગમેન્ટમાં સૌથી ઓછો શિડ્યુલ્ડ સર્વિસ અને મેઈનટેનન્સસ ખર્ચ આપવાનું ચાલુ રાખશે, જે 100,000 કિમી સુધીપેટ્રોલ માટે કિમી દીઠ ફક્ત 38 પૈસા છે અને ડીઝલ માટે કિમી દીઠ 46 પૈસા છે.
નવીફોર્ડ એસ્પાયર સાથે 5 વર્ષની વોરન્ટી ગ્રાહકોને પરિવાર જેવા રાખવાની અમારી વચનબદ્ધતા અને માલિકી ચક્રમાં તેમને સંપૂર્ણ મનની શાંતિ આપવાની ખાતરી રાખવા પર ભાર આપે છે, એમ ફોર્ડ ઈન્ડિયાના માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિનય રૈનાએ જણાવ્યું હતું. મને ખાતરી છે કે ગ્રાહકોને અમારી નવીનતમ પ્રોડક્ટ ઓફર સાથે અપવાદાત્મક વેલ્યુ ઓન ઓફર મેળવવાની ખુશી મળશે.
નવીફોર્ડ એસ્પાયર ભારત અને દુનિયાભરના બધા ગ્રાહકો માટે. ગુજરાતની ફોર્ડ ઈન્ડિયાની સાણંદ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવે છે.
કોમ્પેક્ટ સેડાન સાત રંગમાં મળે છે, જેમાં વ્હાઈટ ગોલ્ડ, મૂનડસ્ટ સિલ્વર, સ્મોક ગ્રે, એબ્સોલ્યુટ બ્લેક ડીપ ઈમ્પેક્ટ બ્લુ, રૂબી રેડ અને ઓક્સફર્ડ વ્હાઈટનો સમાવેશ થાય છે.