પુણે: મુખ્ય વાહન નિર્માતા કંપની અને ભારતની સૌથી વિશાળ વેન ઉત્પાદક ફોર્સ મોટર્સ લિમિટેડ દ્વારા તેનો વ્યાપક રોડસાઈડ આસિસ્ટન્સ (આરએસએ) પ્રોગ્રામ રજૂ કર્યાની ઘોષણા કરાઈ છે, જે હવે તેની સર્વ પ્રોડક્ટ રેખા- ટ્રાવેલર, ટ્રેક્સ, મોનોબસ, અર્બેનિયા અને ગુરખામાં ત્રણ વર્ષ માટે કોમ્પ્લિમેન્ટરી ઓફર કરાય છે.
ભારતમાં કમર્શિયલ વેહિકલ સેગમેન્ટમાં અનોખી પહેલ આ પ્રોગ્રામ ભારતમાં માલિકી અનુભવ બહેતર બનાવવા અને અહોરાત્ર ગ્રાહકોને ટેકો આપવાની ખાતરી રાખવાના ફોર્સ મોટર્સના એકધાર્યા પ્રયાસના ભાગરૂપ છે. આ પ્રોગ્રામ બ્રેકડાઉન સપોર્ટ અન અકસ્માતમાં સહાયથી લઈને ટોઈંગ અને ઓન-સાઈટ સમારકામ સુધીની સેવાઓની વ્યાપક શ્રેણી આવરી લે છે, જેનું લક્ષ્ય ડાઉનટાઈમ લઘુતમ કરવાનું અને દરેક ગ્રાહકને મનની શાંતિ આપવાનું છે.
“અમારા ગ્રાહકો રોજબરોજ ફોર્સનાં વાહનોમાં તેમનો વિશ્વાસ મૂકે છે અને તે વિશ્વાસની પડખે દ્રઢતાથી ઊભા રહેવાની અમારી જવાબદારી છે,” એમ ફોર્સ મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રસાન ફિરોદિયાએ જણાવ્યું હતું. “ત્રણ વર્ષના કોમ્પ્લિમેન્ટરી રોડસાઈડ આસિસ્ટન્સ પ્રોગ્રામ સાથે અમારું લક્ષ્ય તેમના પ્રવાસમાં સંપૂર્ણ ટેકો પૂરો પાડીને વિશ્વસનીયતા, પ્રતિસાદાત્મકતા અને સંભાળ પ્રત્યે અમારી કટિબદ્ધતા પર ભાર આપવાનું છે. આ પહેલ માલિકી અનુભવ બહેતર બનાવવા અને નિર્ભરક્ષમ સેવા થકી લાંબા ગાળાનો વિશ્વાસ નિર્માણ કરવા માટે અમારા એકદાર્યા રોકાણમાં વધુ એક માઈલસ્ટોન છે.”
ફોર્સ મોટર્સ રોડસાઈડ આસિસ્ટન્સની મુખ્ય વિશિષ્ટતાઓઃ
• વાહનની ખરીદીની તારીખથી 3 વર્ષ માટે કોમ્પ્લિમેન્ટરી કવરેજ.
• 24×7 ટોલ- ફ્રી હેલ્પલાઈન, જે ઘણી બધી ભાષામાં વર્ષના 365 દિવસ ઉપલબ્ધ છે.
• નજીકના ઓથોરાઈઝ્ડ ફોર્સ વર્કશોપમાં 100 કિમી સુધી ફ્રી ટોઈંગ.
• નજીવા યાંત્રિક અથવા વિદ્યુત બગાડ માટે ઓન-સાઈટ રિપેર સપોર્ટ.
• વાહનની રિકવરી અને વર્કશોપ સાથે સમન્વય સહિત અકસ્માતમાં સહાય.
• ટાયર બદલી, બેટરી જમ્પ- સ્ટાર્ટ અને ચાવી સંબંધી સહાય.
• ઈમરજન્સી સમન્વય સેવાઓ, જેમ કે મેસેજ રિલે, કોન્ફરન્સ કોલિંગ અને નજીકના વર્કશોપ અંગે ગાઈડન્સ.
• એડ-ઓન કન્વિનિયન્સ લાભો, જેમાં કાનૂની અને તબીબી રેફરલ્સ, હોટેલ અથવા ટેક્સી સમન્વય અને વિલંબના કિસ્સામાં વાહન કસ્ટડી સપોર્ટનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રવ્યાપી ભાગીદારના નેટવર્કના ટેકાને કારણે ભારતભરમાં ઝડપી અને વ્યાવસાયિક સહાયની ખાતરી રહે છે. આરએસએ પહેલ વિશ્વસનીયતા, સેવા પહોંચક્ષમતા અને માલિકીના કુલ ઘટતા ખર્ચ પર ફોર્સ મોટર્સની એકાગ્રતાને વધુ મજબૂત બનાવે છે.