ન્યુ ગેજેટ્સની વાત કરવામાં આવે તો આ દિશામાં પણ કેટલીક નવી ચીજા બજારમાં આવી ચુકી છે. યંગ એડલ્ટસ માટે કેટલીક ઉપયોગી ગિફ્ટની વાત કરવામાં આવે તો તે ઉપયોગી રહે છે. હાઇટેક ગિફ્ટની શોધ કરી રહ્યા છો તો કેટલાક વિકલ્પ રહેલા છે. મિની સ્માર્ટફોન પ્રોજેક્ટરની કેટલીક ખાસ વિશેષતા રહેલી છે. તેની ખાસ બાબત એ છે કે આ એક ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે ડીઆઇવાઇ ગેજેટ્સ તરીકે છે. કાર્ડ બોર્ડનો આ પ્રોજેક્ટ બાળકો સરળ રીતે તૈયાર કરી શકે છે. ત્યારબાદ તેમાં સ્માર્ટ ફોન મારફતે પ્રોજેક્ટર્સના ફિટર્સનો આનંદ મેળવી શકે છે.
આની સાથે આપને પ્રોજેક્ટર, લેન્સ કાસ્ટિંગ પાઇપ, લેન્સ અને ફોન સકર પણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટરનુ વજન પણ વધારે રહેતુ નથી. આનુ વજન માત્ર ૪૩૦ ગ્રામનુ છે. પોર્ટેબલ સ્માર્ટ ટેલિસ્કોપ ઉપયોગી સાધન તરીકે છે. જે બાળકોને અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ છે તેમના માટે આ પોર્ટેબલ સ્માર્ટ ટેલિસ્કોપ ઉપયોગી રહી શકે છે. તેના રિઝલ્ટ્સ પણ ખુબ સારા રહેલા છે. ઇમેજ પ્રોસેસિંગ માટે આને આપના સ્માર્ટ ફોન સાથે જાડી શકાય છે. આના દ્વારા તમે તારામંડળની સાથે સાથે કોઇ પણ ગેલેક્સી પણ નિહાળી શકો છો. આ પોર્ટેબલ છે. તે નાના સુટકેસમાં આવી શકે ચે. આનુ વજન ૧૧ કિલોગ્રામની આસપાસ રહે છે. આ રીતે મિની સ્માર્ટ ફોન પ્રોજેક્ટર અને પોર્ટેબલ સ્માર્ટ ટેલિસ્કોપ ઉપયોગી ગેજેટ્સ બની રહ્યા છે. બાળકો માટે પણ તે ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.