પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ ૬ ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ ૧૫ દિવસ સુધી ૫ને બદલે ૬ ધ્વજા ચઢાવવામાં આવશે. સવારે ૪ ધ્વજા અને સાંજે ૨ ધ્વજા મંદિરે ચઢાવાશે.દ્વારકાધીશ મંદિર પર દરરોજ જુદા જુદા ભક્તો દ્વારા પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. બિપરજોય વાવાઝોડાના સંદર્ભે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર ઉપર ચડી શકી ન હોતી. તેથી હવે વેઈટિંગ લિસ્ટમાં રહેલા લોકોની ધ્વજા ચઢાવાની મનોકામના પુરી થશે અને ૧૫ દિવસ સુધી રોજ ૬ ધજા ચઢાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજા ચઢાવાતી હતી. જે હવે સવારે ચાર અને સાંજે બે એમ કુલ છ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવશે.
6 રમત અને 600 ખેલાડી, માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર, દરિયા કિનારે જામશે રમતનો રંગ
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10...
Read more