ટીમ ઇન્ડિયા પૂર્વ ભારતીય ઝડપી બોલર અભિમન્યુ મિથુનની કર્ણાટક પ્રિમિયર લીગમાં સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગના મામલામાં પુછપરછ કરવામાં આવનાર છે. મિથુન પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરીકે રમી ચુક્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવનાર પ્રશ્નોના જવાબ આપવામાં આવનાર છે. મિથુન કેપીએલમાં શિવમોગા લાઇન્સના કેપ્ટન તરીકે છે. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ સંદીપ પાટીલનું કહેવું છે કે, મિથુનની પુછપરછ કરવા માટે સીસીબી સમક્ષ ઉપસ્થિત થવા માટે તેને સુચના આપવામાં આવી છે. મિથુનને ભારત માટે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં કેટલીક મેચો રમી છે જેથી સીસીબીએ આ સમગ્ર મામલામાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને પણ માહિતી આપી છે. મિથુને ભારત માટે ચાર ટેસ્ટ મેચ અને પાંચ વનડે મેચો રમી છે. બેંગ્લોર પોલીસના કહેવા મુજબ અભિમન્યુ મિથુન હાલમાં સુરતમાં છે અને ટી-૨૦ રમી રહ્યો છે. સીસીબીએ કેપીએલમાં સટ્ટાબાજીને લઇને આઠ લોકોની ધરપકડ કરી છે.
આમા બેલાગવી પેન્થર્સના માલિક અલી અસ્ફાક થારાનો સમાવેશ થાય છે. કર્ણાટક હાઈકોર્ટે બુધવારના દિવસે થારાની જામીન અરજીને ફગાવી દીધી હતી. કેપીએલમાં અભિમન્યુ મિથુન પહેલા ગ્લેડિયર તરફથી રમી રહ્યો હતો ત્યારબાદ તે બીજાપુર બિલ્સ માટે રમ્યો હતો અને છેલ્લી સિઝનમાં તે શિવમોગા લાઇન્સ તરફથી રમ્યો હતો. ગયા સપ્તાહમાં સીસીબીએ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને કેપીએલ ટીમ મેનેજર્સને એક નોટિસ જારી કરી હતી અને સાથે સાથે કેપીએલ મેચોને લઇને પ્રશ્નપત્રો પણ મોકલ્યા હતા. કેપીએલના કેટલાક ખેલાડીઓ સટ્ટાબાજીની વાત માનવાનો ઇન્કાર કરી ચુક્યા છે. તેમને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. મિથુન તરફથી આ સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા મળી નથી.