અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ માટે આજે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ અહીં સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગનાં દર્શન કરશે. અને પ્રભુનાં આશિર્વાદ લેશે. હાલમાં મળતી માહિતી પ્રમાણે ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ની ટીમ બપોરે ૧ વાગ્યા સુધી સોમનાથ પહોંચી શકે છે. આ પહેલાં તે ગત રોજ તે બનારસ ગયો હતો અને તેણે ત્યાં ગંગામાં ડૂબકી લગાવી હતી અને ગંગામાની આરતી ઉતારી હતી.
બનારસનાં ઘાટ પર તેણે ગંગામાં ડૂબકી લગાવી અને બાદમાં ગંગા મૈયાની આરતી ઉતારી હતી. આ સમયે તેની સાથે તેની ફિલ્મની એક્ટ્રેસ માનુષી ચિલ્લર પણ હતી. ફિલ્મનાં પ્રમોશન માટે બનારસ અક્ષય કુમાર તેનાં પ્રાઇવેટ જેટથી પહોચ્યો હતો. જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આજે અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર સોમનાથમાં બાબા સોમનાથનાં દર્શન કરશે અને પ્રભુ પાસે ફિલ્મની સફળતાની કામના કરશે.
કરણી સેના સાથેના વિવાદ બાદ પણ મેકર્સે આ ફિલ્મનું ટાઈટલ ચેન્જ નહીં કરવાનો ર્નિણય લીધો છે. થોડા દિવસ પહેલા કરણી સેનાએ મેકર્સ પાસે ફિલ્મનું ટાઈટલ બદલવાની ડિમાન્ડ કરી હતી. કરણી સેનાએ મેકર્સને કહ્યું હતું કે મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને સન્માન આપવા માટે ફિલ્મના ટાઈટલમાં ‘સમ્રાટ’ ઉમેરવામાં આવે. જે બાદ ફિલ્મનાં મેકર્સ દ્વારા ફિલ્મનાં ટાઇટલમાં બાદલાવ કરવામાં આવ્યો હતો. ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની આગળ ‘સમ્રાટ’ ઉમેરવામાં આવ્યું હતું.
અક્ષય કુમારે ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ પ્લે કર્યો છે. તેમજ માનુષીએ સમ્રાટ પૃથ્વીરાજની પત્ની અને મહારાણી સંયોગિતાની ભૂમિકા નિભાવી છે. પૃથ્વીરાજને ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી અને ડાયરેક્ટર કરી છે. આ ફિલ્મમાં અક્ષય-માનુષી સિવાય સંજય દત્ત, સોનુ સુદ, સાક્ષી તંવર, આશુતોષ રાણા, લલિત તિવારી અને માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મને ૩ જૂનના રોજ હિન્દી, તમિલ, અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.