ભારત ટેક્સ 2024માં, ભારતના ઉભરતા ટેક્સટાઇલ ઉદ્યોગની ઉજવણી કરવા માટે પ્રાદેશિક ટેક્સટાઇલ તાકાતો
ભારત ટેક્સ 2024માં ગુજરાત સહાયક ભાગીદાર રાજ્ય તરીકે તરીકે સામેલ થવા પર, માનનીય મુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્ર પટેલે વણાયેલા ફાઇબર ઉત્પાદન દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા‘માં રાજ્યના યોગદાન પર ભાર મૂક્યો ~
~ અન્ય રાજ્યો, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત શ્રેષ્ઠ હાથશાળ અને હસ્તકલા સર્જન લાવશે અને અનોખા ટેક્સટાઇલ નવીનતાઓનું પ્રદર્શન કરશે ~
~ ભારતમાં સ્થાનિક પરિધાન અને ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના જીડીપીમાં આશરે 2.3%, ઔદ્યોગિક ઉત્પાદનમાં 7% અને નિકાસમાં 11% યોગદાન આપે છે ~
દિલ્હી: ભારત ટેક્સ 2024, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કલાત્મક ઉત્કૃષ્ટતા, વિશિષ્ટ હાથશાળની કારીગરી અને વિશિષ્ટ ટેક્સટાઇલ નવીનતાઓનું સહિયારું વર્ણન પ્રદર્શિત કરીને પાંચ ભારતીય રાજ્યો આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ‘ભાગીદાર રાજ્ય’ તરીકે સમાવેશ સાથે, ભારત ટેક્સ 2024 ગુજરાત, તેલંગાણા અને મધ્ય પ્રદેશને ‘સહાયક ભાગીદાર રાજ્યો’ તરીકે સામેલ કરવાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને આસામ પ્રમુખ વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમમાં રાજ્ય મંડપ સ્થાપશે. મધ્યપ્રદેશની પ્રતિષ્ઠિત બાટિક પ્રિન્ટિંગ, હેન્ડ-બ્લોક પ્રિન્ટિંગ, ચંદેરી અને મહેશ્વરી સિલ્ક, ગુજરાતની બાંધણી, પટોળા સિલ્ક, હેન્ડ-પેઇન્ટિંગ, ઉત્તર પ્રદેશની ચિકનકારી, જરી-ઝરદોઝી, મહારાષ્ટ્રની પૈઠણી સાડી, વરલી કલા, આંધ્રપ્રદેશની મશરૂ અને હિમરૂ -પ્રશંસનીય જ્યુટ, હાથથી દોરેલી કલમકારી, ભવ્ય હાથથી વણેલી ધર્માવરમ સાડીઓ અને સરસ મંગલગીરી સુતરાઉ વણાટ, ભારત ટેક્સ 2024 વૈશ્વિક સ્તરે વખાણાયેલી રાજ્યોની હસ્તકલા અને હાથશાળ પરંપરાઓ અને નીતિઓ, નવીન તકનીકી અને આગામી ટેક્ષટાઈલ પાર્ક જેવી પહેલના સંદર્ભમાં રાજ્યની પ્રગતિશીલ પહેલ પર ગૌરવ લેશે.
રાજ્યની ભાગીદારી પર ટિપ્પણી કરતા, મહારાષ્ટ્રના માનનીય મુખ્ય પ્રધાન, શ્રી એકનાથ સંભાજી શિંદેએ કહ્યું, “ભારત ટેક્સ 2024 માં ભાગીદાર રાજ્ય તરીકે મહારાષ્ટ્રની સહભાગિતાની જાહેરાત કરતાં મને ગર્વ થાય છે. ભારતમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન તરીકે, આ ઇવેન્ટ ઉદ્યોગ સહયોગ અને નવીનતા માટેનું સૌથી મોટું મંચ બની રહ્યું છે. ભારતમાં ટેક્સટાઇલ અને પરિધાન ક્ષેત્રની વૃદ્ધિની ગાથામાં મહારાષ્ટ્રનો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે; પછી તે પૈઠણી સાડીની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા હોય કે પછી કેટલાક મહત્વાકાંક્ષી સ્ટાર્ટ-અપ્સ દ્વારા સ્માર્ટ ટેક્સટાઈલની પ્રગતિ હોય. ટેક્સટાઇલ અને તકનીકી ટેક્સટાઇલ ક્ષેત્ર મહારાષ્ટ્રના આર્થિક ક્ષેત્રને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને અમે તેની સતત સફળતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. મહારાષ્ટ્ર સુનિશ્ચિત કરશે કે દરેક વણાયેલા દોરો 2047માં એક વિકસીત ભારતની દિશામાં, આપણા રાષ્ટ્રની પ્રગતિની સમૃદ્ધ તસ્વીરમાં જોડાઈ જાય.”
મધ્યપ્રદેશને ‘સહાયક ભાગીદાર રાજ્ય’ તરીકે જોડાવા અંગે, મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી, શ્રી ડૉ. મોહન યાદવે કહ્યું, “મધ્યપ્રદેશની સમૃદ્ધિ તેના ઉદ્યોગોની પ્રગતિમાં રહેલી છે. ઉદ્યોગોની સ્થાપનાથી રોજગારીની તકોમાં વધારો થાય છે. રાજ્ય સરકાર એક કાર્યક્ષમ વ્યવસ્થા સ્થાપિત કરવા, સુશાસનને પ્રોત્સાહન આપવા અને સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સમર્પિત છે.”
ગુજરાત ‘સહાયક ભાગીદાર રાજ્ય’ તરીકે સામેલ થવા પર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “ગુજરાત માટે, ટેક્સટાઇલ એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ એક પરંપરા અને વારસો પણ છે જે અમે અમારા હસ્તકલા અને મશીનોના જાદુ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરીએ છીએ. ટેક્સટાઇલ ક્ષેત્રની વૃદ્ધિ ભારતની વૃદ્ધિ અને રોજગારીની તકોની વૃદ્ધિમાં રહેલો છે. આપણો કાપડ ઉદ્યોગ એક દીવાદાંડી તરીકે ઊભો છે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલ 5F (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન) ખ્યાલને સાકાર કરે છે. આજે સમગ્ર વિશ્વમાં કપડાના આયાતકારો માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર દેશમાં વણાયેલા ફાઇબર ઉત્પાદનમાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’માં અગ્રેસર બનવાની અમારી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.”
તેલંગાણાને ‘સહાયક ભાગીદાર રાજ્ય’ તરીકે સામેલ કરવા પર, તેલંગાણાના માનનીય મુખ્ય પ્રધાન, શ્રી અનુમુલા રેવંથ રેડ્ડીએ કહ્યું, “ઐતિહાસિક રીતે, કાપડનો માનવ સંસ્કૃતિના વિકાસ સાથે અનોખો સંબંધ છે, અને કાપડ ઉદ્યોગમાં ભારત વિશ્વમાં આગવું નેતૃત્વ ધરાવે છે. આવા સંદર્ભમાં જોવામાં આવે તો ભારત ટેક્સ 2024 એ નિકાસ સંવર્ધન પરિષદો દ્વારા માત્ર ભારતની અનોખી ટેક્સટાઇલ ઉત્પાદનને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે જ નહીં પરંતુ ટેક્સટાઇલ અને પરિધાન ક્ષેત્રે રોકાણને આકર્ષવા માટેના મંચ તરીકે પણ એક આવકારદાયક પહેલ છે. તેલંગાણા પાસે હાથશાળનો જીવંત, વૈવિધ્યસભર અને સમૃદ્ધ વારસો છે, જેમાં ગડવાલ, નારાયણપેટ, પોચમપલ્લી ઈક્કટના કાપડની જાતો અને બંજારા કલા, બિદ્રી, વગેરે જેવી હસ્તકલાનો સમાવેશ થાય છે. તેલંગાણા એ તમામ 5F ક્ષેત્રોમાં મજબૂત ઉપસ્થિતિ સાથે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર પણ છે. ભારત ટેક્સ 2024 સાથે, અમે સમગ્ર વિશ્વમાં તેલંગાણા ટેક્સટાઇલ ગાથાને પ્રદર્શિત કરવા માટે પોતાનામાનું એક આવા મંચનો લાભ લેવા આતુર છીએ.”
ભારત ટેક્સ 2024ના હાર્દમાં ટેક્સટાઈલના ઉત્સાહને વધુ ફેલાવતા, છબીકારો અને ડિઝાઇનરો માટે તેમની અમીટ છાપ છોડવાની અને ઇતિહાસનો એક ભાગ બનાવવાની અનન્ય તક રહેલી છે. કાપડ મંત્રાલય સત્તાવાર MyGov વેબસાઇટ પર ભારત ટેક્સ મેમેન્ટો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે, જે ભારત ટેક્સમાં ‘થ્રેડ્સ ઓફ ટ્રેડિશન એન્ડ ઈનોવેશન’ વિષય પર કેન્દ્રિત છે. પ્રથમ વિજેતાને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે, ત્યારબાદ બીજા અને ત્રીજા વિજેતાને અનુક્રમે 3,000 રૂપિયા અને 2,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ભારત ટેક્સ 2024 દરમિયાન આદરણીય મહાનુભાવો સમક્ષ વિજેતા ડિઝાઇન રજૂ કરવામાં આવશે.
ભારતીય કપડા ઉદ્યોગ મહામંડળ (CITI) દ્વારા યોજાયેલ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા ટેક્સટાઈલ સસ્ટેનેબિલિટી એવોર્ડ્સ 2024ની પરાકાષ્ઠા 27 ફેબ્રુઆરી, 2024ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રતિષ્ઠિત ભારત ટેક્સ કાર્યક્રમનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ ઉદ્યોગના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ અને ટકાઉપણું ચેમ્પિયનને એકસાથે લાવશે, જે વધુ ટકાઉ અને પર્યાવરણીય રીતે જાગૃત ભાવિ તરફ કાપડ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિની ઉજવણી કરવા માટે એક મંચ તૈયાર કરવામાં આવશે.
Fortum, Lenzing, H&M, Busana Group અને Hyosung Corp સહિતની અગ્રણી આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ કંપનીઓની ભાગીદારી વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે, જે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોકાણ વધારવાની સાનુકૂળ સંભાવનાઓનો સંકેત આપે છે. ઉદ્યોગની ભાગીદારી ઉપરાંત, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, તુર્કી, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, રશિયા, પેરુ, ઇજિપ્ત અને થાઇલેન્ડ સહિતના મુખ્ય ટેક્સટાઇલ કેન્દ્રમાંથી મંત્રીસ્તરે અને વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.
જ્યારે આ સહયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં વૃદ્ધિ, નવીનતા અને ટકાઉપણાને આગળ ધપાવવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે લગભગ 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી મેગા ઇવેન્ટ અને 50+ નોલેજ સેશન, એપેરલ, હોમ ફર્નિશિંગ્સ ફ્લોર કવરિંગ્સ, ફાઇબર, યાર્ન, થ્રેડો, કાપડ, પ્રિન્ટીંગ તકનીકો, કાર્પેટ, સિલ્ક, કાપડ આધારિત હસ્તકલા, ટેકનિકલ કાપડ અને ઘણું બધું પ્રદર્શન કરતી કંપનીઓનું પ્રભાવશાળી મિશ્રણ લાવશે.
નવીનતા, સહયોગ અને તેના મૂળમાં ‘મેક ઇન ઇન્ડિયા’ ભાવના સાથે, ભારત ટેક્સ 2024 એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5F વિઝન – ફાર્મ ટુ ફાઇબરથી ફેક્ટરીથી ફેશન ટુ ફોરેનના અવતાર સ્વરૂપ છે, જેઓ વિશાળ પ્રદર્શની ઉદ્ઘાટન કરતા પણ જોવા મળશે. આ ઈવેન્ટને વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટેક્સટાઈલ ઈવેન્ટ તરીકે ગણવામાં આવે છે, જેમાં 40 થી વધુ દેશોના 3500+ પ્રદર્શકો અને 40,000+ આગંતુક સામેલ હશે. ભારત ટેક્સ 2024 એ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કાપડ પરંપરાઓથી લઈને નવીનતમ તકનીકી નવીનતાઓ સુધી સમગ્ર ટેક્સટાઈલ ઉદ્યોગ મૂલ્ય શ્રેણીનું વ્યાપક પ્રદર્શન હશે.