નવીદિલ્હી : વિશ્વની એવી ઘટના જ્યા એક વ્યક્તિ જે મૃત્યુ થયા પછી ફરી જવ્યો અને ઓપરેશન પહેલાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ ક્યું હતુ આ ફૂટબોલ ખેલાડીનું નામ બ્રુકલિન પીકમેન છે. તે ૨૦ વર્ષનો છે. હાર્ટ એટેક આવતા ટેકનિકલી ૧૭ મીનિટ માટે બ્રુકલિનનું મોત થયું હતું. જાે કે ત્યારબાદ જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન તે કોમામાં જતો રહ્યો હતો. હાર્ટ એટેક આવતા ડોક્ટરે કહ્યું કે, બ્રુકલિનનું આપરેશન કરી હાર્ટ ટ્રાન્સપ્લાનટ કરવું પડશે. જેના કારણે તે વધારે ગભરાઈ ગયો હતો. બ્રુકલિન પીકમેનની ગર્લફ્રેન્ડ ૧૮ વર્ષની છે. તેનું નામ એલી સ્પેંસર છે. એલી સ્પેંસર ઘણા સમયથી બ્રુકલિન અને તેની માતા સાથે તેના ઘર પર જ રહે છે. બ્રુકલિન એલીને ખુબ જ પ્રેમ કરે છે. બીમારી દરમિયાન એલીએ બ્રુકલિનનો સાથે આપ્યો અને બ્રુકલિને ઓપરેશન પહેલા એલીને પ્રપોઝ કર્યું. બ્રુકલિને કહ્યું કે, જ્યારે મને કહેવામાં આવ્યું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે ત્યારે મેં એલીને કહ્યું કે આપણે સગાઈ કરી લઇએ. ક્યાંક એવું ના બને કે મારું નવું દીલ તને પ્રેન ના કરે અથવા નવા દીલમાં જુના દીલ જેટલો તારા માટે પ્રેમ ના હોય. તેણે વધુમાં કહ્યું કે, આપરેશન પહેલા તે ખુબ જ ગભરાયેલો હતો. તે એલીને તેની પત્ની બનાવવા માંગોત હતો. બ્રુકલિન Prestatyn Town માટે ફૂટબોલ રમતો હતો. તેને જન્મ સમયથી જ હાર્ટની બીમારી હતી. જન્મના એક દિવસની અંદર તેના બે ઓપરેશન થયા હતા. તેના હાર્ટની બે મુખ્ય રક્ત વાહિનીઓ ખોટી રીતે ગોઠવાયેલી હતી, જેના કારણે બ્લડ ખોટી દિશાઓમાં વહી રહ્યું હતું.
WPL 2025ની પહેલી મેચ શરૂ થતા પહેલા આ ખેલાડીએ રેકોર્ડ બનાવ્યો, જાણો એવુ તે શું કર્યું,
14 ફેબ્રુઆરીના રોજ રમાયેલી મહિલા પ્રીમિયર લીગની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ આમને-સામને આવ્યા હતા. આ મેચમાં...
Read more