ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઇઃ ૪ વેપારીઓ સામે કેસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વલસાડઃ ફુડ સેફટી એન્ડ સ્‍ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અને રેગ્યુલેશન -૨૦૧૧ ધારા હેઠળ મે-૨૦૧૮ દરમિયાન  અબ્દુલમજીદ અબ્દુલરસીદખાન મે. ફાતમા નાગોરી ટી સ્ટોલ, મુ.ડુંગરા, દેહગામ રોડ, મીલ્લતનગર, ડુંગરી ફળિયા વાપી પાસેથી ચા પ્રીપેર્ડ-લુઝ નમૂનાના પૃથ્થકરણ દરમિયાન સબસ્ટાન્ડર્ડ જણાતાં તેમની સામે એફ.એસ.એ. એકટ હેઠળ કેસ દાખલ કરાયો છે. જ્યારે રીયાઝ બદરુદ્દીન પંજવાણી, ધી મસ્ત લો પ્રાઇઝ, મચ્છી બજાર, ઉમરગામના રાજમોતી ફીલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઇલ ૫૦૦ મીલી પેક બોટલ્મનો નમૂનો લેબોરેટરી પૃથ્થકરણમાં મીસબ્રાંડેડ તેમજ પ્રમોદકુમાર જશવંતસિંહ, તિલક ડેરી એન્ડ એગ્રો પ્રોડકટ, સુગર સ્પાઇસઇસ સામે, ને.હા.નં.-૮, રોલા-ડુંગરી પાસેથી લીધેલો મીકસ દૂધ-લૂઝનો નમૂનો અને જયકુમાર સુરશકુમાર યાદબ, વેજીટેબલ માર્કેટ, જ્‍યોતિ હોલ સામે, વલસાડ પાસેથી લીધેલા ગોવર્ધન ગોલ્ડ હોમો. પેશ્યુરાઇઝ કાઉ મીલ્કનું પ૦૦ મીલી પાઉચના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જણાતાં આ ત્રણ વેપારીઓ સામે સામે ભેળસેળના કેસ કરાયા હતા.

તંત્ર દ્વારા એપ્રિલ-૧૮ દરમિયાન નગરપાલિકા વિસ્તારરની ૯ દુકાનો અને ગ્રામ્ય વિસ્તારની ૧૮ દુકાનોની તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન લેવામાં આવેલા નમૂના અને અગાઉના પડતર ૮ નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન નગરપાલિકા વિસ્તારના ૧૧ નમૂના પાસ અને બે નમૂના નાપાસ જ્‍યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૬ નમૂના પાસ અને ૧ નમૂનો નાપાસ થયો હોવાનું જણાયું છે.

Share This Article