વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનાં પનીર ઉત્પાદકો પર દરોડા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદકો પર તવાઇ યથાવત જોવા મળી છે. વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેહગંજ, નિઝામપુરા, કલાલી, અટલાદરા, આજવા રોડ, મકરપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ૨ ફૂડ વેન્ડિંગ, ૨૯ રેસ્ટોરન્ટ, ૧૫ ડેરી યુનિટમાં તપાસ બાદ ૨૬ નમૂના લેવાયા હતા. ૧૬ ફૂડ વિક્રેતાઓને શિડ્યુલ ૪ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. લાઇસન્સ વગર ધમધમતી ૯ પેઢીઓને બંધ કરવામાં આવી છે. પનીર ઉત્પાદકો પર આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે.

Share This Article