અમદાવાદઃ ફોકસ ઓનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ’ની આગામી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે ફોકસ ઓનલાઇન દ્વારા વી રાઇઝ અવોર્ડ્સની પરિકલ્પના કરવામાં આવી અને તેની પ્રથમ આવૃત્તિએ બહોળો પ્રતિસાદ મેળવ્યો હતો. જેને ધ્યાને રાખી આયોજકો દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ની બીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ સમારંભ 9 -માર્ચ 2025માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે. ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ પહેલને શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ, આઇટી સેક્ટરમાં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ કોચ ડૉ. રૂચી પટેલ દ્વારા એક વિઝન સાથે આકાર આપવામાં આવ્યો છે.
કોણ કરી શકે છે નોમિનેશન?
શિક્ષણવિદો, આંત્ર્યપ્રિન્યોર્સ અને ઈનોવેટર્સ સહિત સકારાત્મક બદલાવ લાવવા માટે ઉત્સાહીઓને આ એવોર્ડ્સમાં તેમના નોમિનેશન માટે આમંત્રિત કરવામાં આવે છે, કારણકે આયોજકોનું માનવું છે કે ઓળખ કે માન્યતા મળવી એ સૌથી મોટી પ્રેરક બાબત છે. નોમિનેટ થવાથી આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધે છે ,તથા નોમિનેટ થનાર વ્યક્તિને તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા જાળવી રાખવા માટે પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત જ્યારે લોકો એક ટીમની જેમ નોમિનેટ થાય છે અથવા એકસાથે જીતે છે, ત્યારે તે એકતા, સહયોગ અને સહિયારી સફળતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.


નોમિનેશન્સની વિગતો
આ અવોર્ડ્સ માટેના નોમિનેશન્સ સહિતની વિગતોની જાહેર કરતા આયોજકોએ જણાવ્યું, “આ એવોર્ડમાં ભાગ લેવા દરેક વ્યક્તિગત કે સંસ્થા આવકાર્ય છે. રસ ધરાવતા સહભાગીઓએ અમારી વેબસાઇટ પર જોડાયેલ નોમિનેશન ફોર્મ ભરીને તેમની પ્રોફાઇલ નામાંકિત કરવાની રહેશે અને જે અમારી ટીમ દ્વારા સીધા જ ઇમેઇલ, વ્હોટ્સએપ વગેરેના માધ્યમથી મોકલી શકાય છે. નોમિનેશનની પ્રક્રિયા બાદ સંચાલક સમિતિ દ્વારા નોમિનેટેડ વ્યક્તિઓની સિદ્ધિઓ, અનુભવ, સમાજમાં યોગદાન અને તેમણે પસંદ કરેલા એવોર્ડના આધારે સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ પસંદ પામેલા નોમિનેશનને જાણ કરવામાં આવશે. પ્રોફાઇલ પસંદ થઈ જાય તે પછી જ નોમિનેશન ફી લાગુ થશે. તમામ પસંદ કરેલા એવોર્ડીને અમારા ભવ્ય અવોર્ડ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે, જ્યાં જાણીતા મહેમાનો અને વક્તાઓ દ્વારા અવોર્ડ એનાયત કરવામાં આવશે.”
આયોજકોએ વધુમાં જણાવ્યું, “વી રાઇઝ તે ઉદ્યોગ જગતના અગ્રણીઓને સન્માનિત કરે છે, જેઓ નવીનતાને આગળ ધપાવી રહ્યા છે, શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને સમાજનું સશક્તિકરણ કરી રહ્યા છે. આ સમારંભ પરિવર્તનકર્તાઓ, વિચારકો અને સ્વપ્નને સાકાર કરનારા લોકોને એક છત નીચે એકસાથે લાવે છે, જેથી તેમણે આપેલા યોગદાનની ઉજવણી કરી શકાય. આ સાથે જાણીતી સંસ્થાઓ, કોર્પોરેટ્સ, બ્યૂટી એન્ડ ફેશન ઇન્ડસ્ટ્રીઝ સહિતની તમામ ઇન્ડસ્ટ્રીઝને સ્પોન્સર્સ તરીકે જોડાવાની તક પૂરી પાડે છે. અવોર્ડ્સના સ્પોન્સર્સ તરીકે જોડાઇ તેઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવનારા લોકોને સમ્માનિત કરી તેઓનું પ્રેરક બળ બની શકે છે.”
કઈ કઈ કેટેગરીનો સમાવેશ કરાયો?
‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’માં ફેશન એન્ડ જ્વેલરી, મેન્યૂફેક્ચરિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થ એન્ડ ફિટનેસ, ફેશન આઇકોન ઑફ ધ યર, સ્ટાર્ટ-અપ ઑફ ધ યર, મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, યંગ આંત્ર્યપ્રિન્યોર્સ, ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટિંગ, એજ્યુકેશન એન્ મેન્ટોરિંગ, ટેક્નોલોજી, વુમેન આઇકોન ઑફ ધ યર, સોશિયલ મીડિયા ઇનફ્લ્યુએન્સર સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે.