
બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં અનોખું આયોજન થયું છે. મહોત્સવમાં ભક્તો હવાઈ મુસાફરી કરી પુષ્પવર્ષા કરી શકે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો સામાન્ય કિંમતથી હેલિકોપ્ટરમાં બેસી સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરે છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી શકી છે અને પુષ્પવર્ષા પણ કરી શકે છે. હેલિકોપ્ટર મારફતે કિંગ ઓફ સાળંગપુરને પુષ્પવર્ષા કરતા ભક્તો પણ ખુશ થયા છે. શતામૃત સમારંભને લઈને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ અનોખો લ્હાવો મળતા ભક્તોમાં ખુશી જાેવા મળી. શતામૃત મહોત્સવમાં રાજ્ય સહિત દેશ અને વિદેશથી પણ લોકો આવ્યા છે. સોમવારના રોજ કિંગ ઓફ સાળંગપુર દાદાને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.