નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરના કારણે જુદા જુદા રાજ્યોમાં ૧૨ લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે. હજુ લાખો લોકો પુરના સકંજામાં છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી. દરમિયાન ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ ભારે વરસાદ થયો છે. અહીં ભેંખડો ધસી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. આવી જ રીતે બંગાળ અને ઓરિસ્સામાં પાંચ લોકોના મોત થયા છે. કેરળમાં મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કર્ણાટકમાં ૫૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં હજુ ૫૦ લોકો લાપતા થયા છે. પુરની સાથે સાથે નીચે મુજબ છે.
- દેશના જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતી હજુ પણ ગંભીર બનેલી છે
- દેશના જુદા જુદા ભાગોમાં પુરતાંડવ હજુ જારી છે. મોતનો આંકડો ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયા
- પુરના કારણે જુદા જુદા રાજ્યોમાં ૧૨ લાખથી વધારે લોકોને પ્રતિકુળ અસર થઇ છે
- હજુ લાખો લોકો પુરના સકંજામાં છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા હોવા છતાં લોકોને હજુ રાહત મળી નથી
- કેરળમાં મોતનો આંકડો વધીને ૯૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કર્ણાટકમાં ૫૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં હજુ ૫૦ લોકો લાપતા થયા છે.
- કેરળના સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા આવી છે. કેરળના જે સાત જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામા આવી છે તેમાં એર્નાકુલમ, ઇડુકી, પલક્કડનો સમાવેશ થાય છે.
- બીજી બાજુ ભારે વરસાદ વચ્ચે કર્ણાટકમાં પણ લોકોની હાલત ખરાબ છે. કર્ણાટકમાં હજુ સુધી ૫૦ લોકોના મોત થયા છે
- મુખ્યપ્રધાન બીએસ યેદીયુરપ્પા દ્વારા પુર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં મકાનો ગુમાવી દેનાર માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે. કર્ણાટકના ૧૭ જિલ્લાઓમાં પુરની સ્થિતિ રહેલી છે.