ગુવાહાટી-પટણા, લખનૌ : ભારે વરસાદ અને પુરના કારણે આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. એકલા આસામમાં પુરના કારણે ૫૪ લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૩૭ ઉપર પહોંચી ગયો છે. મેંઘાલયમાં આઠ લોકોના મોત થયા છે. ઉત્તર બિહારની નદીઓમાં પણ પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી જતા અનેક નવા વિસ્તારો પણ સકંજામાં આવી ગયા છે. કોસી અને બાગમતિ નદીમાં બિહારમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મેઘાલય અને આસામમાં સ્થિતિ વણસી ચુકી છે.
સૌથી વધુ બિહારમાં ૧૬ જિલ્લામાં પુરના લીધે ૬૭ લોકોના મોત થયા છે. જ્યારે અહીં કુલ ૪૬.૮૩ લાખ લોકોને અસર થઇ છે. આસામમાં ૩૧ જિલ્લાઓમાં પુરના લીધે ૩૭ લોકોના મોત થયા છે. ૫૪ લાખ લોકોને અસર થઇ છે. યુપીમાં પુરથી અનેક જિલ્લાઓ સકંજામાં આવ્યા છે. યુપીમાં વરસાદ સંબંધિત બનાવોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યુપીમાં મોતનો આંકડો ૧૪ રહ્યો છે. યુપીમાં શારદા અને રાપ્તી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચી છે. . પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૬ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે.નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે.
રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૬ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજ્યના ૧૬ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે મોનસુની વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે. બિહારમાં મોતનો આંકડો વધીને ૭૦ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત ૧૬ જિલ્લામાં ૪૬.૮૩ લાખ લોકોને અસર થઇ છે. સિતામડીમાં સૌથી વધારે ૧૭ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં ૧૨ લોકોના મોત થયા છે. મધુબાનીમાં ૧૧ અને શિઓહારમાં નવ લોકોના મોત થયા છે.
કિસનગંજમાં પાંચ લોકોના મોત થયા છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત તમામ લોકોને ૧૦૮૦ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો થવાના સંકેત નથી.