નવી દિલ્હી : દેશમાં છેલ્લા ૬૪ વર્ષના ગાળામાં પુરના કારણે ૧.૦૭ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. આઠ કરોડથી વધારે મકાનોને નુકસાન થઈ ચુક્યું છે. ૨૫.૬ કરોડ હેકટર વિસ્તારમાં ૧૦૯૨૦૨ કરોડ રૂપિયાની કિંમતના પાકને નુકસાન થયું છે. આ અવધિના ગાળા દમરિયાન પુરના કારણે દેશમાં ૨૦૨૪૭૪ કરોડ રૂપિયાની જનસુવિધાઓને નુકસાન થયું છે. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અંગેના આંકડા આપવામાં આવ્યા છે.
મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા ૬૪ વર્ષના ગાળા દરમિયાન પુરથી દર વર્ષે સરેરાશ ૧૬૫૪ લોકોના મોત થયા છે અને ૯૨૭૬૩ પશુઓના મોત થયા છે. સરેરાશ ૭૧.૬૯ લાખ હેકટર ક્ષેત્રને અસર થઈ છે. ૧૬૮૦ કરોડ રૂપિયાના કિંમતના પાકને નુકસાન થયું છે. ૧૨.૪૦ લાખ મકાનોને નુકસાન થયું છે. આ આંકડા ખૂબ જ ઉપયોગી બની રહે તેવા છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે નુકાસનના આંકડાને ઘટાડી શકાય છે. પુરના કારણે સરેરાશ ૭૧.૬૯ લાખ હેકટરને અસર થઈ છે.
જુદા જુદા રાજ્યોની વાત કરવામાં આવે તો આ વર્ષે ૫.૫ લાખ પશુઓની હાની થઈ છે. ૧૯૫૩થી ૨૦૧૨ વચ્ચેના ગાળા દરમિયાન પુરના કારણે આંધ્રપ્રદેશમાં સરેરાશ ૩૪૮ લોકોના મોત થયા છે. ૫.૧ લાખ હેકટર વિસ્તારને અસર થઈ છે. આ અવધિમાં પુરથી ઉત્તરપ્રદેશમાં ૨૯૮ લોકોના મોત થયા છે. ૧૭ લાખ હેકટર વિસ્તારને માઠી અસર થઈ છે. આ છ દશકમાં બિહારમાં પુરથી સરેરાશ ૧૭૩ લોકોના મોત થયા છે. ૧૨ લાખ હેકટર વિસ્તારને અસર થઈ છે. ગુજરાતમાં ૧૭૨ લોકોના મોત થયા છે. ૩.૭ લાખ હેકટર વિસ્તારને અસર થઈ છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળમાં સરેરાશ ૧૮૭ લોકોના મોત થયા છે. આઠ લાખ હેકટર વિસ્તારને અસર થઈ છે. મહારાષ્ટ્રમાં સરેરાશ ૮૯ લોકોના મોત અને તમિલનાડુમાં ૭૫ લોકોના મોત થઈ ચુક્યા છે.