હાલમાં દેશના અનેક રાજ્યો પુરના સકંજામાં આવેલા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલના સમયમાં સૌથી મોટી જરૂરિયાત બચાવ અને રાહત કામગીરીની જ છે. જો કે વધારે વ્યાપક પ્રશ્નોને પણ આજે ધ્યાન રાખવાની તાકીદની જરૂરિયાત રહેલી છે. પુરના કારણે થતા નુકસાનને સ્થાયી રીતે ઓછુ કરી શકાય તે માટે વિવિધ પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. વર્ષ ૧૯૫૩-૨૦૧૦ વચ્ચેના ગાળામાં દેશમાં ૨૦૧૦-૧૧ની કિંમતની તુલનામાં હજુ સુધી ૧૨૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં આશરે પાંચ કરોડ હેક્ટર વિસ્તારમાં આજે પણ પુરની સ્થિતી સર્જાયેલી છે. જ્યારે રાષ્ટ્રીય પુર પંચે વર્ષ ૧૯૮૦માં માત્ર ચાર કરોડ હેક્ટર વિસ્તાર જ પુર પ્રભાવિત હોવાની વાત કરી હતી.
પુરને કાબુમાં લેવા અને સ્થિતી વધારે ગંભીર ન બને તે માટે અનેક મોટા બંધ દેશમાં બનાવવામાં આવ્યા હતા. ૩૫૦૦૦ કિલોમીટરના નદી કિનારેના વિસ્તારોમાં કિનારાના બંધ બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં પુર પ્રભાવિત ક્ષેત્રોમાં સતત વધારો થતો રહ્યો છે. આના માટેના કારણો હજુ સુધી સમજોઇ રહ્યા નથી. એવી સ્થિતીમાં કહેવામાં આવી રહ્યુ છે કે પુરને લઇને એવી રાષ્ટ્રીય નિતી બનવી જોઇએ જેના કારણે પુરના કારણે થનાર નુકસાનને સ્થાયી રીતે ઓછુ કરી શકાય છે. પુર નિયંત્રણના તમામ પ્રયાસો સંપૂર્ણ રીતે વિકેન્દ્રિકરણ હોવા જોઇએ. જેથી તે સ્થાનિક સ્થિતીની મુજબ બની શકે. સ્થાનિક લોકોના અનુભવના આધાર પર આ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે પુર નિયંત્રણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વિકેન્દ્રિકરણખુબ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. જો કે આને લઇને બનાવવામા આવેલી એક રાષ્ટ્રીય નિતીની પણ ચાવીરૂપ ભૂમિકા હોય છે. પુર નિયંત્રણ પર વ્યાપક વિચારધારાને સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રીય નિતી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે.
વિતેલા વર્ષોની ભુલોથી બોધપાઠ લઇને આગળ વધી શકાય છે. તેને સુધારી શકાય છે. રાષ્ટ્રીય નિતી બનાવવાના ક્રમમાં સ્થાનિક લોકોની ભાગીદારી હાંસલ કરવા માટે પ્રયાસ જરૂરી છે. સાથે સાથે પડોશમાં સંકલન પર કામ કરવાની પણ જરૂર દેખાઇ રહી છે. રાષ્ટ્રીય નીતિની એક જરૂરી બાબત એ પણ છે કે તે જળવાયુ પરિવર્તનના દોરમાં આવનાર ફેરફારને પણ સારી રીતે ધ્યાનમાં રાખી શકાય છે. તેમાં નવી માહિતીના આધાર પર મુલ્યાંકન કરવામાં આવી શકે છે. આ પ્રકારની માહિતી હમેંશા દુરગામી વિસ્તારોમાં ઉપલબ્ધ હોતી નથી. પુરની સ્થિતીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય નીતિ તૈયાર કરતી વેળા કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સરકારી સ્તર પર અનેક ગંભીર ભુલો થઇ ચુકી છે. આખરે કેટલાક કારણો તો એવા રહ્યા હશે જેના કારણે અબજા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ સ્થિતી બિલકુલ સાનુકુળ બની શકી નથી. વધુમાં જંગી નાણા ખર્ચ કરવામાં આવી રહ્યા હોવા છતાં પુરના કારણે નુકસાન વધી રહ્યુ છે. કેટલાક સ્થળો પર સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પુર નિયંત્રણના નામ અંધાધુંધ ખર્ચ કરવામાં આવ્યો છે. કોઇ પગલાની અસર દેખાઇ રહી નથી. પુરના અસરગ્રસ્ત વિસ્તારોની હદ સતત વધી રહી છે.
પુરથી થતા નુકસાનનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જેથી વિતેલા વર્ષોમાં કરેલી ભુલોથી શિખીને નવી નિતી પર કામ કરવાની જરૂર છે. વિતેલા વર્ષોમાં થયેલી ભુલોને સુધારીને સફળતા હાંસલ કરી શકાય છે.જો કે અહીં એક મોટી સમસ્યા આવે છે. આ સમસ્યા એ રહે છે કે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અથવા તો સ્થાનિક તંત્ર આ ભુલોને સ્વીકારી લેવા માટે તૈયાર થતી નથી. આ જીદ્દી વલણના કારણે ભુલોથી બોધપાઠ લઇને આગળ વધી શકાતુ નથી. પુર નિયંત્રણ માટે સમગ્ર નિતી બનાવવાના પ્રયાસ એ વખતે સફળ રહેશે જ્યારે વિતેલા વર્ષોના અનુભવને પણ ધ્યાનમા લેવામાં લેવામાં આવશે. એક મોટી બાબત એ પણછે કે પર્વતીય ક્ષેત્રોમાં વન્ય વિસ્તારમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે ગતિવિધીના કારણે પહાડી વિસ્તારો કમજોર પડે છે, ભેખડો ધસી પડે છે.કાટમાળના ઢગળા વધે છે તે તમામ ગતિવિધી પર બ્રેક ખુબ જરૂરી છે. નદિઓના કુદરતી પ્રવાહની સાથે ચેડા કરવા જોઇએ નહીં. નદીઓના માર્ગ બદલી નાંખવા અને કૃત્રિમ રીતે નદીઓને જોડવા જેવા પ્રયોગ કરવા જોઇએ નહીં. તેમના ભુગોળ સાથે ચેડા કરવા જોઇએ નહીં. પુરનુ પાણી જે આવે તે કોઇ અટકાયત વગર તરત નિકળી જાય તે પ્રકારની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગામો, વસ્તી અને ખેતરોમાં પાણી ભરાય નહીં તેના પર ધ્યાન આપવાની જરૂર હોય છે. કુદરતી રીતે પાણીના નિકાલના રસ્તાને બંધ કરવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. બદલામાં આની આડે રહેલી અડચણો દુર કરવી જોઇએ. પાણીના નિકાલ માટે કુદરતી રસ્તા કોઇ રીતે બંધ ન થાય તેના પર ધ્યાન આપવાની જરૂર છે.