છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓમાં વિદેશ પ્રવાસનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે ફરવાના શોખીનો માટે મહત્વના સામાચાર સામે આવ્યાં છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિયેતનામના દા નાંગની ફ્લાઇટ શરૂ થશે.
વારે તહેવારે ગુજરાતીઓ પ્રવાસે જવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓમાં વિદેશ પ્રવાસનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે વધુ વિદેશ પ્રવાસ માટે વધુ એક ડેસ્ટિનેશનનું ઓપ્શન મળ્યું છે. જી હા હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 23મીને બુધવારથી વિયેતનામના દા-નાંગની ફ્લાઇટ શરૂ થશે. કુદરતી વાતાવરણ અને બીચ પર ફરવાના શોખીન પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટના અઠવાડિયાના બે દિવસે એઠલે કે ગુરુવાર અને રવિવારના રોજ ઓપરેટ થશે. આ ફ્લાઇટ અમદાવાદથી જાપાન, થાઇલેન્ડ, સાઉથ કોરિયા જતા લોકો માટે આશિર્વાદ રૂપ બની રહેશે.
ફ્લાઇટનું ટાઇમિંગ
અમદાવાદથી દા નાંગના પ્રવાસીઓમાં વધારો થતા બુધવારે પહેલી ફ્લાઇટ રાત્રે 12.30 વાગે ટેકઓફ થશે અને દા-નાંગથી લોકલ ટાઇમ અનુસાર 6.10 વાગ્યે પહોંચશે. ટુરિસ્ટોને આકર્ષવા VietJet એરલાયન્સ દ્વારા આ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવી છે. શરૂઆતમાં રૂ. 5 હજાર વન વે ટિકિટની ઓફર કરવામાં આવી છે. હાલમાં VietJet એરલાયન અમદાવાદથી કોચી જ મિન્હ સિટી અને હનોઈથી ફ્લાઇટ ઓપરેટ કરે છે.
આ પણ વાંચો : અમદાવાદ To ડા નાંગ : વિયેતજેટ એરના ડાયરેક્ટ રૂટનો પ્રારંભ, પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત