દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું, મુસાફરોનો આબાદ બચાવ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દુબઈથી કોચી આવતી ફ્લાઈટ લેન્ડિંગ કરતી વખતે ટાયર ફાટવા છતાં, સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને મોટી દુર્ઘટનાથી બચી ગઈ હતી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું લેન્ડિંગ સમયે ટાયર ફાટ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયરમાં ૨ પ્રકારનું બર્સ્ટ થયું છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે, ૪ જુલાઈના રોજ સ્પાઈસજેટ બોઈંગ ૭૩૭ ફ્લાઈટ જીય્-૧૭ દુબઈથી કોચી આવી રહી હતી. જ્યારે ટેક-ઓફ દરમિયાન ફ્લાઈટને ફેરવવામાં આવી ત્યારે બે નંબરનું ટાયર ફાટેલું જોવા મળ્યું હતું. જો કે, ઉડાણ દરમિયાન અને ઉડાણ બાદ તમામ સલામતી પરિમાણોની તપાસ કરવામાં આવી હતી, જે પછી પુષ્ટિ કરવામાં આવી હતી કે તમામ પરિમાણો સામાન્ય છે. આ કારણે જ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું. આ પહેલા પણ ઘણી વખત સ્પાઈસ જેટની ઘણી ફ્લાઈટોમાં આવી ગરબડ જોવા મળી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, DGCA ના રેકોર્ડ અનુસાર, સૌથી મોટા એરપોર્ટ પરથી માત્ર ૬૧ ટકા ફ્લાઈટ્‌સ સમયસર ઉપડે છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ મે મહિનાનો આંકડો છે.

Share This Article