ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સે અમેરિકામાં રોયલ એન્ફિલ્ડ સામે પેટન્ટના ઉલ્લંઘનનો કેસ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી :  અગ્રણી ઇલેક્ટ્રોનીક અને ઇલેક્ટ્રિક ઓટો કોમ્પોનન્ટસ કંપની ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડિયા લિમીટેડે ટુ વ્હીલર્સ મોટરસાયકલ્સ માટે અગત્યના કોમ્પોનન્ટના ઉત્પાદન વિશે પેટન્ટના ઉલ્લંઘનને પડકારતી એક ફરિયાદ અમેરિકામાં દાખલ કરી છે.

ફાઇલ કરવાં આવેલી ફરિયાદ અનુસાર ફ્‌લેશના આરએન્ડડી વિભાગે ૨૦૧૪માં મહાન શોધ કર્યા બાદ રોયલ એન્ફિલ્ડે ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સની “રેગ્યુલેટર રેક્ટિફાયર ડિવાઇસ એન્ડ તેના આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરવાની પદ્ધતિ” પરની પેટન્ટની મંજૂરી યુનાઇટેડ સ્ટેટ્‌સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ (યુએસપીટીઓ) દ્વારા ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ની રોજ ફ્‌લેશ લેક્ટ્રોનીક્સને જારી કરવામાં આવી હતી તેનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારથી ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સ આ કોમ્પોનન્ટના ઉત્પાદનની મહત્વની ઉત્પાદક રહી છે અને ભારતમાં અને  વિદેશમાં અનેક અગ્રણી ટુ વ્હીલરને આ કોમ્પોનન્ટ પૂરા પાડતી આવી છે.

રેગ્યુલેટર રેક્ટીફાયર અગત્યનો કોમ્પોનન્ટ છે જે મોટરસાયકલના એન્જિનમાં ઉત્પન્ન કરાયેલ એસી (ઓલ્ટરનેટીંગ કરંટ)ને સરળતાથી અને કાર્યક્ષમ રીતે ડીસી (ડાયરેક્ટ કરંટ) વોલ્ટેજમાં રૂપાંતરીત કરે છે જે બેટરી, હેડલિટ્‌સના પાવર, ઇન્સ્ટ્રુમેન્ટ પાવરને લાઇટ અપ કરે છે અને તેથી મોટરસાયકલની ઇલેક્ટ્રીકલ સિસ્ટમ્સને આગળ ધકેલે છે.

યુએસએ સિવાય ફ્‌લેશને વિવિધ અન્ય યુરોપીયન દેશોમાં પણ પેટન્ટની મંજૂરી આપવામાં આવી છે, જેમાં જર્મની, ફ્રાંસ, ઇટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, નેધરલેન્ડ્‌ઝ, સ્વીડન, સ્પેઇન, ઓસ્ટ્રીયા, સ્વીત્ઝરલેન્ડ તેમજ તૂર્કીનો સમાવેશ થાય છે અને કંપની જે તે ન્યાયક્ષેત્રમા ટૂંક સમયમાં દાવો ફાઇલ કરશે.

આ બનાવ અંગે ટિપ્પણી કરતા ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડિયા પ્રા. લિમીટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ વાસદેવે જણાવ્યું હતું કે “ફ્‌લેશ ઇલેક્ટ્રોનીક્સ ઓટોમોટીવ કોમ્યુનિટીની જવાબદાર અને પરિપક્વ સભ્ય છે, જે દાયકાઓથી અદ્યતન એન્જિનીયરીંગ પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને તેની મજબૂત ઇન-હાઉસ આરએન્ડડી ક્ષમતાઓ માટે વૈશ્વિક ઓટોમોટીવ મોરચે તેને સમર્થન મળ્યું છે. અને ભારતભરમાં અને વિદેશમાં અગ્રણી ઓટો ઉત્પાદકોનો વિશ્વસનીય સપ્લાયર્સ છે અને ઓટોમોટીવ ક્ષેત્રે અત્યંત પ્રતિષ્ઠિત નામ ધરાવતા રોયલ એન્ફિલ્ડ દ્વારા આ પ્રકારના અણધાર્યા કૃત્ય સામે પગલાં લેવાની બાબત કમનસીબ છે. આવા બનાવ તદ્દન અસ્વીકાર્ય છે અને તે બ્રાન્ડની આબરુ ખાસ કરીને અમારા જેવા ભાગીદાર સાથે ધોઇ નાખી છે”. વાસદેવે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે કંપનીએ નવી દિલ્હી ખાતે ૧૨ ઓક્ટોબરના રોજ રોયલ એન્ફિલ્ડના ૩ વરિષ્ઠ અધિકારીઓનો આ વિવાદના સમાધાન માટે સંપર્ક કર્યો હતો પરંતુ રોયલ એન્ફિલ્ડે આ મુદ્દા પર ધ્યાન આપ્યુ ન હતું. શ્રી વાસદેવે વધુમાં જણાવ્યુ હતું કે ફ્‌લેશ વિશ્વમાં તમામ જરૂરી પગલાં એ ખાતરી કરાવવા માટે લેશે કે રોયલ એન્ફિલ્ડ પેટન્ટનુ ઉલ્લંઘન કરવાનું બંધ કરે અને કરોડો ડોલરની રકમ થવા જાય છે તેવી ઉલ્લંઘન પેટે ચૂકવી આપે. તેમણે કોમ્પોનન્ટ ઉત્પાદકોને આ પ્રકારના હૂમલાખોર વર્તણૂંક પ્રત્યે સતર્ક રહેવાની પણ અરજ કરી હતી.

Share This Article