અમદાવાદ: પ્રતિભા,મહત્વકાંક્ષા અને ક્ષમતાઓની ઉજવણી કરવા માટે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (જીઆઈઆઈએસ)એ ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ (જીસીએસ) પ્રાપ્ત કરનારાઓના લેટેસ્ટ કોહોર્ટની ઉજવણી કરવા 9 જુલાઈ 2025ના રોજ એરોસિટી, દિલ્હી ખાતે એક ભવ્ય સમારંભનું આયોજન કર્યું હતું. પ્રતિષ્ઠિત જીસીએસ પ્રોગ્રામની 18મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષના સમૂહમાં અસાધારણ પ્રતિભા ધરાવતા 10 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી આઠ વિદ્યાર્થી ભારત તથા બે વિદ્યાર્થી મધ્યપૂર્વમાંથી છે–જેઓ તેમની અસાધારણ શૈક્ષણિક ઉપલબ્ધિઓ, નેતૃત્વ ક્ષમતાઓ તથા સર્વશ્રેષ્ઠતા પ્રત્યે પોતાની સમર્પણ માટે સન્માનિત કરવામાં આવેલ છે.
વર્ષ 2008માં સ્થપાયેલ જીસીએસ એ જીઆઈઆઈએસની અત્યંત મહત્વની પહેલ છે, જે શૈક્ષણિક સમાનતા તથા ગુણવત્તા પ્રત્યે સંસ્થાની કટિબદ્ધતાને દર્શાવે છે. તે સ્કોલરશીપ અત્યંત મહત્વના એવા સિનિયર સેકન્ડરી એજ્યુકેશન વર્ષ (ગ્રેડ 11 અને 12) માટે 100 ટકા ટ્યુશન ફી, બોર્ડિંગ તથા રહેવાના ખર્ચને કવર કરે છે, તેને લીધે વિદ્યાર્થીઓને જીઆઈઆઈએસ સ્માર્ટ કેમ્પસ, સિંગાપુરમાં સફળતા મેળવવામાં મદદ મળે છે. પોતાના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટોપ–ટાયર ફેસિલિટીઝ, અને ઉચ્ચ કૌશલતાથી સજ્જ શૈક્ષણિક સ્ટાફ માટે જાણાીતા જીઆઈઆઈએસ વિદ્યાર્થીઓને સીબીએસઈ અને આઈબીડીપી અભ્યાસક્રમ પૈકી વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. આ મુખ્ય કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન, રહેઠાણ અને સ્ટાઈપેન્ડ પણ મળે છે, તથા સંપૂર્ણ અવધિ માટે કોઈ ટ્યુશન ફી લેવામાં આવતી નથી. બે વર્ષ માટે દરેક વિદ્યાર્થી દીઠ કુલ રોકાણ રૂપિયા 1 કરોડ છે, જે સંપૂર્ણપણે જીસીએસ પ્રોગ્રામ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે.