એમ કહેવામાં આવે છે કે નવી દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશ થઇને જાય છે. દેશની રાજનીતિના આ કેન્દ્ર પર કબજા જમાવી લેવા માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. અલબત્ત તમામ રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે વર્ષ ૨૦૧૪માં જે રીતે ઉત્તરપ્રદેશમાં સપાટો બોલાવીને મોટા ભાગની સીટો જીત ગઇ હતી તે રીતે આ વખતે પુનરાવર્તન શક્ય નથી. ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો હતો. મોટા ભાગની સીટ જીતી લીધી હતી. જા કે આ વખતે તેની સામે કેટલાક પડકારો રહેલા છે. જા કે ભાજપે એડી ચોટીનુ જાર લગાવી દીધુ છે.
વર્ષ ૨૦૧૪ની તુલનામાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે વધારે આક્રમક નીતિ સાથે મેદાનમાં ઉતરી જવાની ફરજ પડી રહી છે. મિશન ઉત્તરપ્રદેશ માટે ભારતીય જનતા પાર્ટીની એક ટીમ જારદાર રીતે કામ કરી રહી છે. પાંચ પાંડવની આ ટમ ખામોશી સાથે મિશનને પાર પાડવા માટે સજ્જ છે અને દિન રાત એક કરી ચુકી છે. કેન્દ્રિય પ્રધાન જેપી નડ્ડા પણ પાર્ટના સારા દેખાવ માટે દિન રાત એક કરી રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે જારદાર દેખાવ કરીને યુપીની કુલ ૮૦ સીટો પૈકી ૭૧ સીટો પર જીત મેળવીને સપાટો બોલાવ્યો હતો. પરંતુ આ વખતે સપા-બસપા ગઠબંધનના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટી ટક્કર મળી રહી છે. ભાજપન રણનિતી પર વાત કરવામાં આવે તો આક્રમક નીતી તૈયાર છે. રાજકીય પંડિતો માને છે કે ઉત્તરપ્રદેશ ભાજપ માટે પ્રતિષ્ઠાજનક છે. સીટોની દ્રષ્ટિએ પણ તે સૌથી મોટા રાજ્ય તરીકે છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો. ૮૦ પૈકી ૭૧ સીટ જીતીને મોદી કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે બન્યા હતા. આ વખતે સ્થિતી અલગ દેખાઇ રહી છે. દશકો સુધી એકબીજાના વિરોધી રહ્યા બાદ આ વખતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે આવી ગયા છે. આરએલડી પણ સાથે છે. આ ગઠબંધને યુપીમાં ભાજપ માટે કરો અથવા તો મરો જેવી સ્થિતી ઉભી કરી દીધી છે. મહાપડકારનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાંચ સભ્યોની ટીમ લગાવેલ છે. જે ચુપચાપ પોતાની રણનિતી પર કામ કરી રહી છે.
ભગવા પાર્ટી રાજ્યમાં પોતાનુ પ્રભુત્વ રાખે તે માટે કામ થઇ રહ્યુ છે. ભાજપની આ ચૂંટણી ટીમને વિશ્વાસ છે કે ઉત્તરપ્રદેશમાં પાર્ટી સમગ્ર દેશને સુખદ આશ્ચર્યમાં મુકી દેશે. ભાજપના ચૂંટણી વ્યુહરચનાકારોમાં સામેલ સંઘના એક વરિષ્ઠ નેતા ભારપૂર્વક કહે છે કે ભારતીય જનતા પાર્ટી એ યથાર્થવાદી પાર્ટી છે. અમે જાણીએ છીએ કે વર્ષ ૨૦૧૪ જેવો દેખાવ કરવા જઇ રહી નથી પરંતુ વર્ષ ૨૦૧૯માં પણ પરિણામ એટલુ નબળુ રહેશે નહીં જેને કોઇ હળવાશથી લઇ શકે છે. ભાજપની આ પાંચ સભ્યોની ટીમમાં સુનિલ બસંલ પણ છે જે મોદીની જેમ પૂર્ણ કાલીન પ્રચારક રહ્યા છે. ભાજપના દલિત નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત ગૌતમ, મધ્યપ્રદેશના નેતા ડોક્ટર નરોત્તમ મિશ્રા અને ગુજરાતના ગોરધન ઝડફિયા તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી દીધી છે. આ ટીમ રણનિતી બનાવે છે. આનો સીધો હેવાલ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોંપવામાં આવે છે. ટીમમાં સામેલ એક સભ્ય દ્વારા કહેવામાં આવ્યુ છે ે યુપીમાં તમામ બાબતો તેમના માટે એટલી સરળ નથી. તેમનુ કહેવુ છે કે ડિસેમ્બરમાં જે રીતે કાર્યક્રમ થયા છે તેનાથી કહી શકાય છે કે પાર્ટીને મોટી સફળતા ચોક્કસપણે મળશે. સંઘની સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે અમારી નિયુક્તિની સાથે અમારી ચૂંટણી રણનિતી શરૂ કરવામાં આવી ચુકી છે.
અમિત શાહ દ્વારા આ આક્રમક ટીમ પસંદ કરવામા આવી છે. તેમને શુ કામ કરવાનુ છે તે બાબત પણ નક્કી કરી લેવામાં આવી છે. ગોરધન ઝડફિયાના નેતૃત્વમાં આ ટીમની પસંદગી કરવામાં આવી છે. યુપીમાં હાર્દિક પટેલ ફેક્ટરને ખતમ કરવા માટે પાટીદાર નેતા ગોરધન ઝડફિયા ચૂંટણી મેદાનમાં છે. તમામ દલિત મતો માયાવતીની તરફેણમાં ન થાય તે માટે રાજસ્થાન ભાજપના નેતા દુષ્યંત ગૌતમને મોટી જવાબદાર સોંપી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ચાર તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પાંચમા તબક્કામા મતદાન જારી છે. આવી સ્થિતીમાં યુપીમાં પ્રચાર કરવા માટે પૂર્ણ સમય તમામ લોકોને મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં તમામ સાતેય તબક્કામાં કેટલીક સીટો પર મતદાન થયુ છે. જેથી તમામ દિગ્ગજ સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. જેથી આ વખતે સ્પર્ધા વધારે જારદાર દેખાઇ રહીછે. કોઇ ફેવરીટ નથી.