બોલીવુડની પાંચ અભિનેત્રીઓ પાસે છે મેગા પ્રોજેક્ટ, ઘણી મોટા બજેટની ફિલ્મો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપુર આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યનની ચર્ચા થઈ રહી છે. કારણ તેનું અપકમિંગ પ્રોજેક્ટ છે. દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તૃપ્તિ ડિમરી આ પાંચ અભિનેત્રીઓ જેમની પાસે મોટા પ્રોજેકટ છે. મોટા બજેટની ફિલ્મ પણ રિલીઝ થશે.

આ વર્ષે જાહ્નવી પાસે કુલ ૭ મોટી ફિલ્મો છે, આ વર્ષ તેમના માટે શાનદાર રહેવાનું છે. તેમણે મોટા બજેટની ફિલ્મો સાઈન કરી છે જેમાં શરુઆત દેવરા ફિલ્મથી થશે. તે જૂનિયર એનટીઆરની સાથે સાઉથમાં ડેબ્યુ કરશે. તેમજ અન્ય ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાેવા મળશે. આ વર્ષે જાહ્નવી માટે મોટા બજેટની ફિલ્મ લઈને આવ્યું છે.

રણબીર કપૂરની ‘એનિમલ’ને તૃપ્તિને રાતોરાત નેશનલ ક્રશનો ટેગ મળી ગયો. ગયા વર્ષના છેલ્લા મહિનાથી લઈને નવા વર્ષના ૫ મહિના સુધી તે ખુબ ચર્ચામાં રહી હતી. હવે તેની પાસે મોટા બજેટની ફિલ્મો આવી ચુકી છે. આ લિસ્ટમાં પહેલું નામ મેરે મહબુબ મેરે સનમ છે. તેમજ ભુલ ભુલૈયા ૩, તુ આશિકી હૈ, ધડક ૨, ત્યારબાદ એનિમલ પાર્કમાં જાેવા મળી શકે છે. હવે દીપિકા પાદુકોણને લોકો લેડી શાહરુખ ખાનના નામથી બોલાવે છે. ગત્ત વર્ષ બંન્ને સ્ટાર માટે સારું રહ્યું કારણ કે, બંન્ને પાસે ૧૦૦૦ કરોડની ફિલ્મ હતી. ફાઈટર રિલીઝ થઈ ચુકી છે હવે પ્રભાસની સાથે કલ્કિમાં જાેવા મળશે. તેમજ સિંધમ અગેનમાં પણ તેનો રોલ મહત્વનો છે. આ સિવાય પઠાણ ૨માં પણ જાેવા મળી શકે છે. પરંતુ પ્રેગ્ન્સીના કારણે તે અન્ય કેટલીક ફિલ્મમાંથી દુર પણ થઈ શકે છે.

સાઉથ અને બોલિવુડમાં કિયારા ફેવરિટ બની ચુકી છે. આ વર્ષે તે રામચરણની ગેમ ચેન્જરથી ધમાલ મચાવશે. આ સિવાય ડોન-૩ રણવીર સિંહ સાથે કામ કરતી જાેવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે તેમણે તગડી ફિલ્મ લીધી છે. રિતિક રોશન અને જૂનિયર એનટીઆરની વોર-૨માં મહત્વનો રોલ હશે. પોતાની કરિયરમાં હિટ ફિલ્મો આપનારી આલિયા ભટ્ટ ડાયરેક્ટર્સની પહેલી પસંદ બની રહી છે. તેની પાસે અનેક ફિલ્મો છે. સંજય લીલા ભંસાલીની લવ એન્ડ વોર, વેદાંદ રૈના સંગ જીગરા અને બ્રહ્માસ્ત્ર ૨ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.

Share This Article