વિશ્વમાં યોગ દિવસની ૨૧મી જુનના દિવસે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આજે પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોદીએ દેશનુ નેતૃત્વ કર્યુ હતુ. યોગની બોલબાલા હવે સતત વધી રહી છે. યોગ સાથે જોડાયેલા નિષ્ણાંતો અને યોગ મામલે સંસ્થાઓ ચલાવનાર લોકોનુ કહેવુ છે કે યોગ મારફતે તમામ પ્રકારની બિમારીને રોકવામાં મદદ મળી શકે છે. સાથે સાથે શરીરને વધારે ફિટ અને સ્વસ્થ રાખી શકાય છે. યોગ મારફતે શરીરના જુદા જુદા હિસ્સાને વધારે ફિટ રાખી શકાય છે. જેમાં હાર્ટનો સમાવેશ થાય છે. મોદી સરકારમાં પ્રધાન રહી ચુકેલા અને ફિટનેસને લઇને ભારે ચર્ચા જગાવી રહેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડે વારંવાર કહ્યુ છે કે યોગ અને કસરતને લોકો તેમની લાઇફના એક હિસ્સા તરીકે બનાવે તે જરૂરી છે.
યોગના કારણે તમામ માનસિક અને શારરિક તકલીફોને દુર કરી શકાય છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ કહે છે કે આધુનિક સમયમાં નાની વયમાં પણ લોકોમાં હાર્ટ સંબંધિત તકલીફ થઇ રહી છે ત્યારે યોગ આમાં પણ રાહત આપી શકે છે. યોગથી શારરિક, માનસિક, અને મનૌવૈજ્ઞાનિક રાહત મળી શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાની મન સ્થિતીમાં થનાર ઉતારચઢાવને રોકવામાં પણ તે સહાયક છે. મહિલાના શારરિક રીતે સ્વસ્થ અને ભાવનાત્મક રીતે મજબુત રહેવાની બાબત બાળકના વિકાસ પર સીધી અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી ફાયદો થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પ્રસવ પૂર્વ યગ ઉપયોગી બને છે.
આ યોગ કરવાથી સગર્ભા મહિલાઓની મનની સ્થિતી શાંત રહે છે. પ્રસવ પૂર્વ યોગ નિષ્ણાંતો અને તબીબો વારંવાર આ બાબત પર ભાર મુકી રહ્યા છે કે કેટલીક હળવી કસરત અને યોગ આદર્શ સાબિત થઇ શકે છે. યોગ ગર્ભાવસ્થાની સમસ્યાઓથી છુટકારો અપાવે છે. મહિલાઓને સગર્ભા વસ્થા દરમિયાન કોણ આસન, વીરભદ્ર આસન જેવા કેટલાક ઉપયોગી આસન કરવા જાઇએ. યોગ નિદ્રા આસન પણ ઉપયોગી સાબિત થાય છે. શરીરના જુદા જુદા હિસ્સાને સ્વસ્થ રાખવામાં યોગ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. યોદના જુદા જુદા આસનને યોગ્ય રીતે કરવામાં આવે તે પણ ખુબ જરૂરી છે. કારણ કે યોગ્ય રીતે યોગ કરવાથી તેનો ફાયદો મળે છે. યોગના કોઇ પણ આસનને યોગ્ય રીતે નહીં કરવાની સ્થિતીમાં લાભના બદલે નુકસાન થઇ શકે છે. સૌથી પહેલા સુર્યનમસ્કાર સાથે આની શરૂઆત કરવામાં આવે તે જરૂરી છે. ટેન્શનને દુર કરવામાં સુર્યનમસ્કારની ભૂમિકા રહેલી છે. કમરમાં દુખાવો અને ઓછી ઉંઘની સ્થિતી માટે પણ યોગ્ય રહેલા છે. સાઇટિકાની પિડા આજકાલન લાઇફસ્ટાઇલમાં સામાન્ય બાબત બની ગઇ છે. સાઇટિકાની પિડાથી છુટકારો મેળવી લેવા માટે દવાના બદલે યોગનો સહારો લઇ શકાય છે. યોગની લોકપ્રિયતા ભારતની સાથે સાથે દુનિયામાં હવે વધી રહી છે. ૨૧મી જુનના દિવસે એટલે કે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ૧૯૧ દેશોનું નેતૃત્વ કર્યું હતુ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.
૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂન ૨૦૧૫ના દિવસે કરવામાં આવી હતી. જેમાં મોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બીજા યોગ દિવસ પર મોદી ચંદીગઢમાં કાર્યક્રમમાં જાડાયા હતા. ત્રીજા યોગ કાર્યક્રમમાં મોદી લખનૌમાં રહ્યા હતા. આજે ચોથા યોગ કાર્યક્રમમાં મોદી દહેરાદુનમાં કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા. આજે પાંચમા યોગ દિવસની ઉજવણી રાંચીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઇને ભાજપ સરકારે જારદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી જારી રાખી હતી. યોગ સાધનાના કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ અને પ્રધાનો પણ જાડાયા હતા. દેશના અન્ય ભાગોમાં પણ કાર્યક્રમમાં લોકો જાડાયા હતા. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસને શાનદારરીતે મનાવવામાં આવ્યો હતો.
અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઐતિહાસિક પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ વિશ્વ સંસ્થાની ઓફિસ પર યોગાસનની પ્રતિમા પણ મુકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ૫૭ કેન્દ્રિય મંત્રી યોગની સાધનામાં જાડાયા હતા. આધુનિક ભાગદોડની લાઇફમાં યોગને લોકો લાઇફના એક હિસ્સા તરીકે બનાવે તે જરૂરી છે.