ફર્સ્ટપોસ્ટના ધ નેશનલ ટ્રસ્ટ સર્વેના ટ્રસ્ટ રેટિંગ્સમાં નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં આગળ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતના રાજકીય ઇતિહાસમાં વર્ષ ૨૦૧૯ની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી અને હવે તેનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે. શું દેશની જનતા વડાપ્રધાનમાં વિશ્વાસ જાળવી રાખશે અથવા વિકલ્પ પસંદ કરશે તેમજ કયાં સ્તરની તૈયારી છે? ફર્સ્ટપોસ્ટ-આઇપીએસઓએસ નેશનલ ટ્રસ્ટ સર્વેના તારણો કે જેમાં ૨૯૧ શહેરી વિસ્તારો અને ૬૯૦ ગામડાઓમાંથી ૩૪,૪૭૦ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યાં હતાં, તે શનિવાર ૨૬ જાન્યુઆરીના રોજફર્સ્ટપોસ્ટ ન્યુઝપેપરની પ્રારંભિક આવૃત્તિમાં પ્રકાશિત થશે. આ પ્રતિવાદીઓમાં ૨૩ રાજ્યોની ૩૨૦ સંસદીય મતદારક્ષેત્રોને આવરી લેવા સાથે ૫૭ સામાજિક-સાંસ્કૃતિ પ્રદેશોના વિવિધ વર્ગ, જાતિ અને લિંગને આવરી લેવામાં આવ્યાં છે.

આના તારણોમાં ૫૩ ટકા એપ્રુવલ રેટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સૌથી વિશ્વસનીય નેતા છે. તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી ૨૬.૯ ટકા સાથે બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળાના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ૪ ટકા, મયાવતી ૨ ટકા ધરાવે છે. આશ્ચર્યજનક રીતે નહેરુ-ગાંધી પરિવારમાંથી તાજેતરમાં ચૂંટણીની રાજનીતિમાં પ્રવેશનાર પ્રિયંકા ગાંધી એક ટકા રેટિંગ ધરાવે છે. જોકે, સર્વે તેમના રાજકારણમાં પ્રવેશનીજાહેરાત પહેલાં કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યો આન્ધ્ર પ્રદેશ, કેરળ, તમિળ નાડુમાં રાહુલ ગાંધી સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યાં છે.

વિશ્વાસ બાબતે માત્ર નરેન્દ્ર મોદી નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સ્કોર ખાસ કરીને હિન્દીભાષી રાજ્યોમાં ઉંચો રહ્યો છે, જેમાં ભાવ વધારા, ભ્રષ્ટાચાર,કાયદો અને વ્યવસ્થા, રોજગારની તકોના સર્જન, ઘનાઢ્યો અને ગરીબો વચ્ચેની ખાણ પૂર્ણ કરવી તેમજ વાજબી કિંમતે આરોગ્ય સેવા અને શિક્ષણ જેવાં મહત્વપૂર્ણ મુદ્દાઓના સંચાલનને ધ્યાનમાં લેવાયું છે. પ્રતિસાદીઓએ મોદીના નેતૃત્વ હેઠળની સરકારને હિન્દીભાષી રાજ્યો તથા પશ્ચિમ ભારતમાં ઉંચા રેટિંગ આપ્યાં છે.

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ આ ચૂંટણીઓને મોદી અને રાહુલ વચ્ચેની પસંદગી બનાવે અને કોંગ્રેસ પક્ષના પ્રેસિડેન્ટને રાજકારણમાં નબળા વિરોધીસાબિત કરવામાં સફળ રહે તો બીજેપીની તકો વધુ સારી છે. તારણો દર્શાવે છે કે તમિળ નાડુ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ, આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોના પ્રાદેશિક પક્ષોમાં સારો વિશ્વાસ હોવાનું બહાર આવ્યું છે.

જાહેર સંસ્થાઓમાં ભારતીયો દેશના વડાપ્રધાન કાર્યાલયમાં સૌથી વધુ (૭૫ ટકા), સુપ્રીમ કોર્ટમાં (૭૩ ટકા), સંસદમાં (૭૨ ટકા) વિશ્વાસ ધરાવે છે. મુખ્યવિરોધપક્ષના કાર્યાલયમાં માત્ર ૫૩ ટકા વિશ્વાસ છે.

આગામી ચૂંટણીઓમાં વિકાસ મુખ્ય પ્રાથમિકતા રહેશે. ૮૫ ટકા મતદારોનું માનવું છે કે વર્ષ ૨૦૧૯ માટે ચૂંટણી પ્રચાર વિકાસના એજન્ડા ઉપર લડાશે તથાફુગાવો, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા સળગતાં મુદ્દાઓના ઉકેલ માટે મોટાભાગના લોકો બીજેપીમાં વિશ્વાસ ધરાવે છે.

બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએમાં મોટાભાગના મતદારોના વિશ્વાસનું મુખ્ય કારણ આર્થિક વિકાસની ખાતરી છે. ૩૭ ટકા મત સાથે બીજું સૌથીલોકપ્રિય કારણ તેઓ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે જોવા માગે છે. આઇએનસીને સપોર્ટ કરતાં લોકોએ અગાઉની આઇએનસી સરકારના પર્ફોર્મન્સનેમુખ્ય કારણ ગણાવ્યું છે. કોંગ્રેસ દ્વારા રફાલ સોદા બાબતે વડાપ્રધાન કોંગ્રેસ ઉપર કરાયેલા આરોપો સાથે ૪૩ ટકા લોકો મક્કમપણે સંમત છે, જ્યારે કે૪૩.૩ ટકાનું કહેવું છે કે સરકાર અયોધ્યાનમાં રામ મંદિરના નિર્માણની તરફેણ કરતો વટહુકમ બહાર પાડે તો તેઓ સરકારને ટેકો આપશે.

મહાગઠબંધન અથવા વિરોધી પક્ષોના જાડાણ અંગે ૫૧ ટકાએ ના અથવા ખાતરી ન હોવાનું કહ્યું છે. ૪૯ ટકાનું માનવું છે કે જા ગઠબંધન થશે તો તેબીજેપીને આકરી ટક્કર આપશે અને ૪૩ ટકાનું માનવું છે કે તેનાથી બાય-પોલર કોન્ટેસ્ટ થશે.

વર્ષ ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ બાદ કરાયેલા સર્વેમાં બે પક્ષો વચ્ચેની ખાઇ ઓછી થઇ છે. વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોબાદ મતદારોએ લોકોને અસરકર્તા મુદ્દાઓના ઉકેલ બાબતે આઇએનસીમાં વધુ વિશ્વાસ દાખવ્યો છે, જે ભાજપ માટે ચિંતાનું કારણ હોઇ શકે છે. આમછતાં બીજેપી ૩૭.૬ ટકા વોટ શેર, જ્યારે કે આઇએનસી માત્ર ૭.૮ ટકા વોટ શેર જાળવી રાખવા સક્ષમ રહેશે.

Share This Article