ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થી આપણી ઋષિપરંપરાના યોગને વૈશ્વિક ઓળખ મળી છે.

સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.  યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આ ૠષિપરંપરાનું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહિ પરંતુ સ્વસ્થ જીવનશૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ યોગ પણ પૃથ્વીવાસીઓને એક કુટુંબ તરીકે જોડવામાં પ્રયત્નશીલ છે. વિધાનસભા ખાતે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, કાંતિભાઈ અમૃતીયા, ઉમેશભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, વિધાનસભના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.

Share This Article