નવી દિલ્હી : ભારત પ્રથમ વખત સ્પેસ વોરફેરએક્સરસાઇઝ કરવાની તૈયારીમાં છે. આની તૈયારી કરી લેવામાં આવી છે. ૨૫ અને ૨૬મી જુલાઇના દિવસે આ યુદ્ધાભ્યાસની કવાયત હાથ ધરવામાં આવનાર છે. આને લઇને વૈજ્ઞાનિકો પણ ઉત્સુક છે. આના બાદ અપેક્ષા કરવામા આવી રહી છે કે સંયુક્ત સ્પેસ સિદ્ધાંત પણ તૈયાર કરાશે. ભવિષ્યમાં સંભવિત યુદ્ધોને હાથ ધરવા માટેની તૈયારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજનને ધ્યાનમાં લઇને આ કવાયત હાથ ધરવામાં આવનાર છે.
સેનાના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ કેટલીક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આવનાર સમયમાં કારગીલ જેવી લડાઇ થશે નહીં. બલ્કે સ્પેસમાં લડાઇ થનાર છે. ભારતને આના માટે તૈયાર રહેવુ પડશે. આમાં કઇ રીતે આગળ વધવામાં આવે તે દિશામાં સતત પહેલ કરવામાં આવી રહી છે. હજુ અમે ક્યાં છીએ અને ક્યા ગેપ છે તેને લઇને આગળના રસ્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આના માટે જ સ્પેસ વોરફેયર એક્સરસાઇઝ યોજનામાં આવી રહી છે. આની જવાબદારી ભારતની ત્રણેય સેના લઇ ચુકી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ભવિષ્યની લડાઇ સ્પેસમાં થનાર છે.
ચીન સ્પેસ પાવર છે. જો લડાઇ તેની સામે થશે તો અમને તૈયાર રહેવાની જરૂર છે. સ્પેસમાં સેટેલાઇટથી કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વલેન્સ તમામ હોય છે. અમેરિકા, રશિયા, ચીન ખુબ આગળ નિકળી ગયા છે. જેથી અમને તૈયાર રહેવાની જરૂર છે. એક્સરસાઇઝના ભાગરૂપે ખામીમાં ચકાસણી કરવામાં આવનાર છે. પ્રથમ વખત અંતરિત્ર કવાયતને લઇે ભારતીય લોકો પણ ભારે ઉત્સુક બનેલા છે.