રાજ્યમાં સૌ પ્રથમ વખત યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ફૂટબોલને કીક મારીને કરાવ્યો હતો. આ ૭રમી રિલાયન્સ નેશનલ સિનીયર ચેમ્પીયનશીપની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ અમદાવાદ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ  ગુજરાત અવ્વલ રહે તે માટે તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે.

સંતોષ ટ્રોફીની શરૂઆત ૧૯૪૧માં બંગાળથી થઇ હતી. જે રમત આજે વિશ્વ વિખ્યાત બની ગઇ છે.  ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૭ ટીમોએ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તથા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે. આ ટુર્નામેન્ટ આગામી ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનારી ટીમ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેશે.

આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય જગદીશભાઇ પંચાલ,  સુરેશભાઇ પટેલ, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ધનરાજભાઇ નથવાણી, ટ્રાન્સટેડિયાના ઉદીત શેઠ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓ તથા રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article