ભારતીય ક્રિકેટ ટીમ ઇંગલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીની પહેલી મેચ આજે રમવા જઇ રહી છે. ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે રમાનાર આ પ્રથમ મેચમાં ભારત જીત મેળવીને સકારાત્મક શરૂઆત કરી શકે છે.
ભારત માટે આ પ્રવાસ ખૂબ જ પડકારજનક માનવામાં આવી રહ્યો છે. બન્ને ટીમો શાનદાર ફોર્મમાં છે. ભારતે હાલમાં જ આયરલેંડને બે ટી20 મેચમાં હરાવી શ્રે૨-૦થી શ્રેણી જીતી છે, જ્યારે ઇંગલેન્ડે ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં ૫-૦થી હરાવ્યું છે. તેથી આ સમયે ઇંગલેન્ડને શરૂઆતથી જ કાબૂમાં લેવા માટે પ્રથમ મેચમાં જીત ભારતીય ટીમને સકારાત્મક શરૂઆત આપી શકે છે.
ઇંગલેન્ડ અને ભારત બન્નેના આત્મવિશ્વાસમાં આ વિજયથી ભલે વધારો થયો હોય, પરંતુ તેઓ સારી રીતે જાણે છે કે જેમની સામે તેમણે વિજય મેળવ્યો છે તે બન્ને ટીમો અત્યારે આઉટ ઓફ ફોર્મ છે. આ કારણથી હવે બન્ને ટીમોને હાલના સમયના સમર્થ પ્રતિસ્પર્ધીને હરાવવાનો પડકાર છે અને આ પડકાર આ શ્રેણીને રોમાંચક બનાવશે.
ભારત વિ. ઇંગલેન્ડ ટી20 મેચ કાર્યક્રમઃ
પ્રથમ ટી20 – ૩ જુલાઇ
બીજી ટી20 – ૬ જુલાઇ
ત્રીજી ટી20 – ૮ જુલાઇ