નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઇને મતદાનની શરૂઆત થઇ ચુકી છે. આજે પ્રથમ તબક્કાના મતદાન પહેલા કેટલાક ચોંકાવનારા આંકડા જારી કરવામાં આવ્યા હતા. એડીઆરના નવા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે પ્રથમ તબક્કામાં ચૂંટણી મેદાનમાં રહેલા ૧૨૭૯ ઉમેદવારો પૈકીના ૧૨૬૬ ઉમેદવારોની શપથવિધીમાં મુલ્યાંકન કરવામાં આવ્યુ છે. જેમાં ૨૨૫ રાષ્ટ્રીય પાર્ટીઓ અને ૧૨૪ રાજ્યસ્તરની પાર્ટી મેદાનમાં છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પૈકી ૪૦૧ ઉમેદવારો અથવા તો ૩૨ ટકા કરોડપતિ ઉમેદવારો છે. એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સરેરાશ ઉમેદવારોની સંપત્તિ ૬.૬૩ કરોડ છે.
પ્રથમ તબક્કાના મતદાન પહેલા અન્ય કેટલાક આંકડા જારી કરવામાં આવ્યા હતા. સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો ચેવેલ્લા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કોડા વિશ્વવેશ્વર રેડ્ડીની સંપત્તિ ૮૫૬ કરોડ રૂપિયા છે. તેમની કુલ સંપત્તિનો આંકડો ૮૯૫ કરોડ રૂપિયા છે. પ્રથમ તબક્કામાં વીરા પોતલુરીની સંપત્તિ ૩૪૭ કરોડ રૂપિયા છે. આંકડા દર્શાવે છે કે ભાજપના રાજ્યલક્ષ્મી શાહ પર ૧૩૫ કરોડ રૂપિયાનુ દેવુ છે. આંકડા કેટલીક ઉપયોગી માહિતી પણ પૂરી પાડે છે. જે દર્શાવે છે કે આ વખતની ચૂંટણી વધારે રોમાંચક બનનાર છે.
પ્રથમ તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૨૧૩ ઉમેદવારો સામે અપરાધિક કેસો રહેલા છે. તેમાંથી પણ ૧૪૬ ઉમેદવારોની સામે ગંભીર કરેસ છે.