નવી દિલ્હી : દેશમાં લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જે ૯૧ લોકસભા સીટ ઉપર ઉમેદવારીપત્ર દાખલ કરવાની શરૂઆત થઇ ચુકી છે તેમાં અનેક મહત્વપૂર્ણ ચીજા રહેલી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ૯૧ સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ માટે સ્થિતિ ખુબ રોમાંચક રહી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં યુપીએને ૨૦૦૯ જેવા અને એનડીએને ૨૦૧૪ જેવા દેખાવ કરવા માટે અનેક પડકારો રહેલા છે. ૨૦૦૯ અને ૨૦૧૪ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. પહેલા ૨૦૦૯માં ભાજપને સાત સીટોમાં મતદારોએ મર્યાદિત કરી હતી જ્યારે કોંગ્રેસને પણ ૨૦૧૪માં માત્ર સાત સીટો મળી હતી. આનો મતલબ એ થયો કે, બંને પાર્ટી માટે સ્થિતિ બિલકુલ જુદા પ્રકારની છે.
પ્રથમ તબક્કામાં જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ લોકસભા સીટ પર ચૂંટણી યોજાનાર છે તેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ ઉપરાંત અરુણચાલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમનો સમાવેશ થાય છે. આ ૯૧ સીટ પર અનેક મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે. આમા નીતિન ગડકરી, કિરણ રિજ્જુ, ચિરાગ પાસવાન, ઓવૈસી, જગનમોહન રેડ્ડી, વીકે સિંહ, બીસી ખાંડુરી, જયપાલ રેડ્ડી, એમ પલ્લમ રાજુ, વિજય ગણપતિ રાજુ, ભગતસિંહ કૌશિયારી પણ ચૂંટણી મેદાનમાં છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં ટીડીપી અને ભાજપ એક સાથે હતા અને ૨૫માંથી ૧૬ સીટો જીતી હતી.
ટીડીપીને ૧૫ અને ભાજપને એક સીટ મળી હતી. સીપીઆઈને એક અને વાયએસઆરસીપીને આઠ સીટ મળી હતી. આવી જ રીતે તેલંગાણાની વાત કરવામાં આવે તો ટીઆરએસને ૧૧, કોંગ્રેસને બે, ટીડીપી-ભાજપને એક એક સીટ મળી હતી. ૨૦ રાજ્યોને આવરીલેતી ૯૧ સીટ પર ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. ૨૦૧૪ની વાત કરવામાં આવે તો આ ૯૧ સીટ પૈકી ભાજપને ૩૧ અને ૨૦૦૯માં ભાજપમાં માત્ર સાત સીટો મળી હતી. આવી જ રીતે કોંગ્રેસને ૨૦૦૯માં ૫૧ અને ૨૦૧૪માં સાત સીટો મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાના ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી જારદાર રાજકીય ગરમી જામી છે. આગામી દિવસો ઝંઝાવતી પ્રચારના રહેશે. તમામ પ્રાદેશિક પક્ષો પણ પોતાની ક્ષમતા પૂરવાર કરવા માટે સંપૂર્ણ સજ્જ દેખાઈ રહ્યા છે.