ગુવાહાટી: ગુવાહાટીમાં રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૫૨ રન ફટકાર્યા હતા જેમાં ૧૫ ચોગ્ગા અને ૮ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૧૪૦ રન ફટકાર્યા હતા. ૧૦૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ૧૦ રનમાં પડ ગયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી જે એક રેકોર્ડ છે.
કોહલી અને રોહિત શર્માએ છગ્ગા-ચોગ્ગાન રમઝટ બોલાવી હતી અને મેદાનની ચારેબાજુ વિન્ડિઝના બોલરોને ફટકાર્યા હતા. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. આજની મેચ પહેલા કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા હતા અને તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પૈકી આજે ગુવાહાટીમાં રમાયેલી મેચમાં કોહલીએ ૧૪૦ રન ફટકારી દીધા હતા. આની સાથે જ હવે કોહલીને ૧૦૦૦૦ રન પુરા કરવા બીજા ૮૧ રનની જરૂર રહી છે. જેથી પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જાતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી. વિરાટ કોહલીએ આજે વનડે કેરિયરની ૩૬મી સદી ફટકારી હતી. તે ૪૮ અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. શિખર ધવનને પણ પાંચ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે.
આજની મેચ પહેલા શિખર ધવને હજુ સુધી ૧૧૦ મેચોમાં ૪૮૨૩ રન બનાવ્યા છે. આજે તે સસ્તામાં ચાર રન કરીને આઉટ થયો હતો પરંતુ તે પણ વર્તમાન શ્રેણીમાં જ આ સિદ્ધિ હાસલ કરી લેશે. રોહિત શર્મા છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલી અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ ગુવાહાટી મેચ પહેલા હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ છગ્ગા છે. રોહિત શર્માએ આજે બીજા આઠ છગ્ગા ફટકાર્યા હતા. આની સાથે જ તે સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગાના રેકોર્ડને તોડી ચુક્યો છે. તેના છગ્ગાની સંખ્યા હવે ૧૯૪ થઇ ચુકી છે. સચિન તેંડુલકરનાર રેકોર્ડને પણ તે હવે આગામી મેચમાં તોડી શકે છે. હાલમાં હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી.
યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી હૈદરબાદ ટેસ્ટ બાદ કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે.