અવનિએ એકલા મિગ-૨૧ લડાકૂ વિમાન ઉડાડી રચ્યો ઇતિહાસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત અને ભારતીય યુવા સેના માટે ગૌરવની વાત છે કે ભારતીય વાયુ સેનાની ફ્લાઇંગ ઓફિસર અવનિ ચતુર્વેદીએ એકલા જ મિગ-૨૧ બાઇસન લડાકૂ વિમાનની  ઉડાન ભરી ઇતિહાસ રચ્યો છે.

અવનિએ ૧૯ ફેબ્રુઆરીની સવારે ગુજરાતના જામનગર એર બેઝ ખાતેથી ઉજાણ કરી પોતાનું મિશન પૂર્ણ કર્યું  અને એકલા જ લડાકૂ વિમાનની ઉડાન ભરનાર તે ભારતની પહેલી મહિલા બની ગઇ. જો કે ફાઇટર પાયલોટ બનવા તરફ આ તેનું પ્રથમ ચરણ છે, હજુ પણ તેણે ૨ વર્ષ વધારે પ્રશિક્ષણ લેવાનું છે. હવે આગળનું ત્રીજા તબક્કાનું પ્રશિક્ષણ કર્ણાટકમાં થશે, ત્યારબાદ તે લડાકૂ વિમાન સૂખોઇ અને તેજસ જેવા વિમાનોમાં ઉડાન ભરી શકશે.

અવનિ ચતુર્વેદી વિશે જાણકારીઃ

રિવાની રહેવાસી અવનિ ચતુર્વેદીનો જન્મ ૨૭ ઓક્ટોબર, ૧૯૯૩માં થયો હતો. તેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે તેની પ્રાથમિક શિક્ષા મધ્ય પ્રદેશના શહડોલમાં મેળવ્યું છે. ત્યાર બાદ અવનિએ કોલેજની પરિક્ષા રાજસ્થાનથી પ્રાપ્ત કરી અને ૨૦૧૪માં વનસ્થળી યૂરિવર્સિટીથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેના પિતાનું નામ દિનકર ચતુર્વેદી છે જે વ્યવસાયે એન્જિનિયર છે અને મધ્ય પ્રદેશના જળ સંસાધનમાં સેવા આપી રહ્યા છે. અવનિની માતા ગૃહિણી છે.

Share This Article