નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સ્વીકારી લીધી હતી. ૧૫ વર્ષમાં પ્રથમ વખત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી છે.
કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને શરદ પવારના નેતૃત્વમાં એનસીપી દ્વારા લાવવામાં આવેલી આ દરખાસ્તને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સ્વીકારી લીધી હતી. આના ઉપર હવે શુક્રવારના દિવસે ચર્ચા કરવામાં આવશે અને મતદાન પણ હાથ ધરવામાં આવશે. દરખાસ્તને સ્વીકારી લેવામાં આવ્યા બાદ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. પ્રશ્ન કલાકની કામગીરી પુરી થવાની સાથે જ ટીડીપીએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. પ્રસ્તાવ ઉપર સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, અમે આના પર ચર્ચા માટે તૈયાર છે. લોકસભામાં શુક્રવારના દિવસે ચર્ચા થશે. મોદી સરકારની સામે આ પ્રથમ અવિશ્વાસ દરખાસ્ત છે.
અલબત્ત નંબર ગેમના મામલામાં કોઇ તકલીફ નથી અને એનડીએ સરકાર સામે કોઇ સંકટ પણ નથી. એનડીએની પાસે લોકસભાના ૩૧૨ સભ્યો છે. ટીડીપીના કે શ્રીનિવાસે સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. અવિશ્વાસ પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. ટીડીપી દ્વારા આંધ્રપ્રદેશને ખાસ દરજ્જા આપવાની માંગ કરવામાં આવી ચુકી છે. શ્રીનિવાસે ઝીરો અવર્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પહેલા સંસદનું મોનસુન સત્ર શરૂ થયું હતું. ધારણા પ્રમાણે તોફાની શરૂઆત થઇ હતી. પ્રથમ દિવસે જ જુદા જુદા મામલાઓને લઇને ગૃહમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. આ ગાળા દરમિયાન સુમિત્રા મહાજને પ્રશ્નકલાકની કામગીરી શરૂ કરી હતી.
ટીડીપીના સભ્યોએ આંધ્રને ખાસ દરજ્જા આપવાની માંગ કરીને ન્યાય આપવાની રજૂઆત કરી હતી. આરજેડી અને સીપીએમ સાંસદ પ્રશ્ન કલાક મોકૂફ રાખીને મોબલિચિંગની માંગ કરી રહ્યા હતા. સંસદનુ મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી Âસ્થતી, ખેડુતોની સમસ્યા, બેરોજગારી અને દલિતો પર અત્યાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટેની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ મોદી સરકાર સત્રમાં ત્રિપલ તલાક સહિતના મુદ્દા પર બિલને પસાર કરવા માટે ઇચ્છુક છે.
આજે મોનસુન સત્ર શરૂ થયા બાદ ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે. આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સરકાર અન્ય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સંબંધિત બિલને પણ પસાર કરવા ઇચ્છુક છે. સરકારના એજન્ડામાં મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ બિલ અને ટ્રાન્સઝેન્ડરો સાથે જાડાયેલા બિલ પણ સામેલ છે. મોનસુન સત્ર દરમિયાન અપરાધિક કાયદા સુધારા બિલ ૨૦૧૮ને રજૂ કરવાની પણ યોજના છે. આમા ૧૨ વર્ષની ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં મૃત્યુદંડની સજાની જાગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા બિલ રજૂ કરવામાં આવનાર છે જેમાં જનપ્રતિનિધિ સુધારા બિલ ૨૦૧૭, ડેન્ટિસ્ટ સુધારા બિલ, ફરાર અપરાધી સાથેસંબંધિત બિલ ૨૦૧૮નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ ૨૦૧૭, ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ ૨૦૧૩ને પણ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન માનવ અધિકાર સુરક્ષા સુધારા બિલ, માહિતી અધિકાર સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. સુમિત્રા મહાજને ઓછોમાં ઓછા છ સાંસદો તરફથી નોટિસ મળ્યા બાદ આને સ્વીકારી લીધી હતી.