આતશબાજી કરવાની પરંપરા ચીનમાં ૯મી સદીમાં શરૂ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે ફટાકડા ફોડવાની મંજુરી આપી દીધા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું છે. એક વર્ષથી કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા બાદ દિવાળીના ૧૫ દિવસ પહેલા આવેલા આ નિર્ણયથી આતશબાજીના પ્રેમીઓને મોટી રાહત થઇ છે. સામાન્યરીતે તહેવાર ઉપર ફટાકડા ફોડવાની પરંપરા ખુબ જુની છે. એમ માનવામાં આવે છે કે, આતશબાજીની શરૂઆત ચીનમાં નવમી સદીમાં થઇ હતી. એમ કહેવામાં આવે છે કે, ધાર્મિક માન્યતાઓ મુજબ ખરાબ શક્તિઓને ભગાડવા માટે ચીનમાં આની શરૂઆત થઇ હતી. પ્રાચીનની ચાર મહાન શોધમાં ગન પાઉડરની શોધને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેના ઉપયોગથી ફટાકડા ચલાવવાની શરૂઆત થઇ હતી.

ચીનની પરંપરાગત નવા વર્ષની ઉજવણી અને મુન ફેસ્ટિવલ દરમિયાન તેની પરંપરા જાવા મળે છે. દુનિયામાં ચીન ફટાકડા અને આતશબાજીના સૌથી મોટા નિર્માતા અને નિકાસકાર દેશ તરીકે છે. રંગીન આતશબાજીનો પ્રયોગ યુરોપમાં ૧૮૩૦ના દશકમાં શરૂ થયો હતો. જ્યારે આકાશમાં દેખાનાર આધુનિક આતશબાજીની શોધ ૨૦મી સદીમાં થઇ હતી.

સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કેટલાક મહત્વના ચુકાદા આપેલા છે. ચીનમાં નવા વર્ષ દરમિયાન શરૂઆતી ત્રણ દિવસમાં લોકો વચ્ચે આતશબાજીને લઇને સ્પર્ધા હોય છે. સદીઓ જુની આ પરંપરાને ૧૯૯૦ના દશકમાં અનેક શહેરોમાં પ્રતિબંધ મુકવાની કોશિશ કરી હતી. ૨૦૦૪ના એક પ્રકાશ ઉત્સવ દરમિયાન આતશબાજી વચ્ચે ભાગદોડ મચી જતાં ૩૭ લોકોના મોત થયા હતા. ૨૦૦૮ બાદથી ચીનના મોટાભાગના શહેરોમાં આતશબાજીની મંજુરી છે. કેનેડામાં આને ગેરકાયદે ગણવામાં આવે છે.

Share This Article