નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કરોલબાગ નજીક સ્થિત હોટેલ અર્પિત પેલેસમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકો બળીને ભડથુ થઇ ગયા હોવાના હેવાલ મળ્યા છે. આ ભીષણ આગમાં અનેક લોકો દાજી ગયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ભીષણ આગની ઘટનાની સાથે સાથે નીચે મુજબ છે
- દિલ્હીના કરોલબાગ નજીક સ્થિત હોટેલ અર્પિત પેલેસમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ લાગી
- આગની ઘટનાની જાણ થતા જ તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પહોંચી ગયો
- હોટેલના ઉપરના હિસ્સા પર સૌથી પહેલા આગ લાગી ગયા બાદ ઝડપથી અન્યત્ર આગ ફેલાઇ
- બચાવ અને રાહત કામગીરી તરત શરૂ થઇ જવાના કારણે ૩૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં સફળતા મળી
- દાજી ગયેલા લોકો પૈકી કેટલાક હજુ ગંભીર હોવાના હેવાલ મળ્યા
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગ હોવાના હેવાલને પ્રાથમિક તપાસમાં સમર્થન મળ્યુ
- આગથી બચવા માટે કેટલાક લોકોથી ભયના કારણે ઉપરથી નીચે કુદી ગયા
- આગની ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં જમા થઇ ગયા
- આગ પ્રચંડ હોવાના કારણે આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયરનો કાફલો પહોંચી ગયો
- આગ ફાટી નિકળી ત્યારે હોટેલમાં મોટી સંખ્યામાં લોકો હોવાના હેવાલ મળ્યા
- આગની ઘટનામાં દાજી ગયેલા તમામ લોકોને આરએમએલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા
- તાજેતરના સમયની સૌથી વિનાશકારી આગની ઘટના બની
- દાજી ગયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે