અમદાવાદ : શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીઓમાં ફરી એકવાર આગ લાગી હતી અને ૩૦થી ૪૦ ઝુંપડાઓ પવનના સુસવાટા વચ્ચે જાતજાતામાં બળીને ખાખ થઇ ગયા હતા. સ્થાનિક ઝુંપડાવાસીઓની ખરવખરી અને અન્ય માલસામાન આગની જવાળાઓમાં બળીને ખાખ થઇ ગયા હતા. આગની ઘટનાને પગલે સમગ્ર ચંડોળા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઝુંપડપટ્ટીના આ વિસ્તારમાં તો ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, રાહતની વાત એ હતી કે, સમગ્ર બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ બુઝાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, શહેરના ચંડોળા વિસ્તારમાં આજે વહેલી સવારે કોઇક કારણસર ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક ઝુંપડામાં આગ લાગી હતી. વહેલી સવાર પવનનું જાર વધુ હોઇ અને પવનના ભારે જાર વચ્ચે આગની જવાળાઓ પ્રસરી હતી અને જાતજાતામાં આસપાસના ઝુંપડાઓને પણ લપેટમાં લઇ લીધા હતા. આગની જવાળાઓમાં ફસાયેલા ઝુંપડાવાસીઓમાં વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાઓ, બાળકો સહિતના લોકો સહીસલામત સ્થળે ખસી જવા માટે નાસભાગ કરતાં જાવા મળ્યા હતા. તો, કેટલાક તેમની ઘરવખરી અને માલસમાન બચાવીને સલામતસ્થળે જતા રહ્યા હતા.
થોડીવારમાં તો, અહીંના ૩૦થી ૪૦ ઝુંપડા આગની જવાળાઓમાં લપટાઇ ગયા હતા અને બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સ્ટાફના કાફલા સાથે પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પંદરથી વધુ ફાયર ફાઇટર અને ગાડીઓની મદદથી ફાયરબ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકોમાં આગ બુઝાવી દીધી હતી અને સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઝુંપડાવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવમાં ઇજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે.