બ્રાન્ડ મોદીનો જાદુ અકબંધ રહ્યો છે. વર્ષ ૨૦૧૪ કરતા પણ વધારે શક્તિશાળી તરીકે તેઓ ઉભરી આવ્યા છે. મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જીને રેકોર્ડ તોડ જીત મેળવી લીધી છે. એક્ઝિટ પોલ કરતા પણ વધારે સીટ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સત્તામાં આવી રહી છે. એનડીએ સંયુક્ત રીતે ૩૪૦થી વધારે સીટ મેળવી લેવા તરફ છે. મોદી મેજિક અકબંધ છે. મોદીએ તમામ પ્રચારમાં કહ્યુ હતુ કે આ વખતે સરકાર ૩૦૦ સીટને પાર કરી લેશે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો છે. મોદીને સત્તાથી દુર કરવા માટે આ વખતની લોકસભા ચૂંટણીમાં તમામ વિરોધ પક્ષોએ સાથે તાકાત લગાવી હતી. જા કે તેમના કોઇ પ્રયોગ મોદીની મેજિક સામે ચાલી શક્યા નથી.
મોદીની સામે ગઠબંધનના દાવા પૂર્ણ રીતે ફ્લોપ રહ્યા છે. બંગાળમાં પણ ગાબડા પડી ગયા છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને લઇને પણ કોઇ સફાયો થયો નથી. તેમના સુપડા સાફ થઇ ગયા છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં ગઠબંધન ફ્લોપ છે. ઓરિસ્સામાં પણ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. મહારાષ્ટ્રમાં પણ ભગવો લહેરાયો છે. દિલ્હીમાં ક્લીન સ્વીપ કરવામાં સફળતા મેળવી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.
ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ . છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.
૧૭મી લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે. મોદી બ્રાન્ડનો જાદુ અકબંધ રહ્યો છે. પાંચ વર્ષ બાદ પણ મોદીનો જાદુ પહેલા કરતા વધારે પ્રચંડ રહ્યો છે તે સાબિતી આપે છે કે તેમની લોકપ્રિયતા દેશમાં કેટલી રહેલી છે. વર્ષ ૨૦૧૪ કરતા પણ વધારે જોરદાર દેખાવ રહેતા સાબિતી મળી છે કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ સરકાર બીજી વખથ બહુમતિ સાથે આવી રહી છે.મોદી સરકારની કામગીરીની પણ પ્રચાર દરમિયાન નોંધ લેવામાં આવી રહી હતી. મોદીએ રાષ્ટ્રવાદના મુદ્દા પર જોરદાર પ્રચાર કર્યો હતો. જેમાં ત્રાસવાદી હુમલા બાદ જે રીતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓનો ખાતમો કરવામા ંઆવ્યો હતો તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. મોદીએતેમની સરકારની સિદ્ધીઓને જોરદાર રીતે લોકોની વચ્ચે રજૂ કરી હતી. નોટબંધી અને જીએસટી જેવા સામાન્ય લોકોને હેરાન કરે તેવા અતિ કઠોર નિર્ણય પણ મોદીએ કર્યા હતા પરંતુ લોકોનો વિશ્વાસ અકબંધ રહ્યો હતો. લોકોએ વિશ્વાસ મોદીમાં જાળવી રાખ્યો હતો. ત્યારબાદ ત્રાસવાદના મુદ્દા પર જે રીતે મોદીએકઠોર વલણ અપનાવ્યુ તેના કારણે લોકોને ગર્વ થયુ હતુ. તેની અસર થઇ રહી હતી.