Finsquare Edge દ્વારા અમદાવાદમાં  ગ્રાન્ડ સેલિબ્રેશનની સાથે પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં એક વિશ્વસનીય નામ એવી ફિન્સક્વેર એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં પોતાની નવી અદ્યતન ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

2000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રામોડર્ન ઓફિસ ફિન્સક્વેર એજના ફિઝિકલ એક્સપેન્શનમાં  માત્ર એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે.  આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓની સીરીઝ  પણ દર્શાવવામાં આવી હતી ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Image

સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિન્સક્વેર એજ જીવન વીમો, આરોગ્ય વીમો, સામાન્ય વીમો, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી ટ્રેડિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, વૈકલ્પિક રોકાણ ભંડોળ, ડિબેન્ચર્સ, બોન્ડ્સ, લોન અને વધુ સહિતની નાણાકીય સેવાઓની વિશાળ સીરીઝ પ્રદાન કરે છે.

આ અવર પર ફિન્સક્વેર એજના ફાઉન્ડીંગ ડિરેક્ટર ઘનશ્યામ પટેલે પેઢીની 30 વર્ષની સફરમાં મળેલા દ્રઢ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ કે, સાધારણ શરૂઆતથી જ્યાં અમે માત્ર ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઓફર કરતા હતા ત્યાં ફિન્સક્વેર એજ આજે મોટા સંગઠનના રૂપમાં વિકસિત થઈ ગયું છે અને એ ફાઇનાન્સિયલ સર્વિસ બોડી માત્રામાં સેવાઓ પ્રદાન કરે છે. જે દિવસથી અમે અમારું વિઝન શરૂ કર્યું છે ત્યારથી ગ્રાહકોને નાણાકીય સુરક્ષા અને રક્ષણ પૂરું પાડવાનું અને અમારી યુનિક કુશળતા અને શ્રેષ્ઠ નાણાકીય ઉત્પાદનો સાથે સંપત્તિ નિર્માણની સુવિધા આપવાનું છે. અમે ઘણા ગર્વ સાથે કહી શકીએ છીએ કે અમે જે સપનું જોયું હતું તેના કરતાં અમે વધુ હાંસલ કર્યું છે. અમારી યાત્રામાં સમર્થન માટે અમે દરેકના આભારી છીએ. ”

Image 2

આ અવસરે ફર્મ્સના ફ્યુચર અંગે વાત કરતા ફિન્સક્વેર એજના મેનેજિંગ ડિરેક્ટર મીત પટેલે કહ્યું કે જણાવ્યું હતું કે, “અમે ગ્રોથના આ નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે ઉચ્ચ સ્તરની નાણાકીય સેવાઓ અને વ્યક્તિગત ક્લાયન્ટ અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા અડગ છે.  અમારા કાર્યાલયનું સરનામું બદલાઈ ગયું છે, પરંતુ અમારા મૂલ્યો, પારદર્શિતા, સમર્પણ અને બીજું બધું એ જ છે. અમે અમારા ગ્રાહકોના સતત સમર્થનની રાહ જોઈ રહ્યા છીએ.”

ફિન્સક્વેર એજ પાસે 15 નિષ્ણાત ટીમો છે,  જે 30થી વધુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટસ ઓફર કરે છે. આ પેઢી ગૃહિણીઓથી લઈને વરિષ્ઠ મેનેજરો અને ચીફ એક્ઝિક્યુટિવ સુધીના વિવિધ ગ્રાહકોને  સેવા પ્રદાન કરે છે. પેઢીના 5000થી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે અને તેની મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ રૂ. 100 કરોડથી વધુ છે.

Image 1

એક અનુભવી ટીમ, દુરદર્શી નેતૃત્વ, નવી ટેક્નોલોજીનું એકીકરણ અને સર્વશ્રેષ્ઠ આપવાની પ્રતિબદ્ધતાએ ફિન્સક્વેરને ભારતમાં અને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય નાણાકીય ભાગીદાર તરીકે ઉભરવામાં મદદ કરી છે. આ પેઢી યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુગાન્ડા, સાઉદી અરેબિયા, દુબઈ, દક્ષિણ આફ્રિકા અને ચીનના ગ્રાહકોને પણ સેવા પ્રદાન કરે છે.

Share This Article