મુંબઇ : વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી આઇરનમેનની યાત્રા ૧૧ વર્ષ બાદ એવેન્જર્સ એન્ડ ગેમની સાથે જ પૂર્ણ થઇ ગઇ છે. એન્ડગેમમાં માર્વલ ફેન્સથી ફેવરીટ સુપરહિરોમાંથી એક આઇરનમેન અથવા તો ટોની સ્ટાર્કની યાત્રા પૂર્ણ થઇ ગઇ છે. આઇરનમેનની સાથે જ એમસીયુમાં રોબર્ટ ડાઉની જુનિયરની યાત્રા પૂર્ણ થઇ ગઇ છે. એમસીયુ દ્વારા રોબર્ટ ડાઉનીને એક જીનિયસ, અમીર, પ્લેબોય અને સમાજસેવી તરીકે દર્શાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનનીય છે કે એવેન્જર્સ એન્ડગેમમાં થાનોસને ખતમ કરવામાં ટોની સ્ટાર્કની જાન જતી રહે છે. એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બાદ રોબર્ટ પ્રથમ વખત ફિલ્મના સંબંધમાં વાત કરી રહ્યો હતો.
રોબર્ટ ડાઉની જુનિયરે ફિલ્મની સારી અને ખરાબ બાબતો અંગે વાત કરી હતી. રોબર્ટે કહ્યુ હતુ કે કોઇ એક નિશ્ચિત ચીજ હોય તો તેના પર આત્મનિર્ભરતા વધી જાય છે. શરૂઆતમાં ટોની સ્ટાર્ક માટે એનર્જી બનાવવા, માર્વલ યુનિવર્સ અને કંપનીને મસજવામાં સમય લાગે છે. આમાં ક્રિએટિવ રીતે ઇનવોલ્વ થવાની જરૂર હોય છે. જેથી રોલમાં એટલી હદ સુધી ઘુસી જવાય છે કે તેમાંથી બહાર નિકળવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે.
થિયેયરમાં સૌથી પહેલા આ બાબત જ શીખી લઇએ છીએ કે કામને લઇને કોઇ વાંધો રાખવો જાઇએ નહીં. તેનુ કહેવુ છે કે અમારી અંદર હમેંશા એક બાળક તરીકે હોય છે જે સમયની સાથે શીખે છે. રોબર્ટ ડાઉની જુનિયર હોલિવુડમાં એક મોટા સ્ટાર તરીકે છે. તેની હોલિવુડમાં સૌથી વધારે માંગ રહેલી છે. તેની તમામ ફિલ્મોને જાવા માટે ચાહકોમાં ઉત્સુકતા રહે છે. તેના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં રહેલી છે. સૌથી મોટા સ્ટાર પૈકી એક તરીકે તેમની નોંધ લેવાય છે.