ઘણીવાર ઘણા લોકો પાસપોર્ટમાં તેમના લાઈફ પાર્ટનરનું નામ ઉમેરે છે, પછી ઘણા અલગ-અલગ કારણોસર તેઓ પાસપોર્ટમાંથી તેમના પાર્ટનરનું નામ કાઢી નાખવા માંગે છે. બંને કામ કેટલાક દસ્તાવેજોની મદદથી ખૂબ જ સરળતાથી કરી શકાય છે. યાદ રાખો કે, પાસપોર્ટમાંથી તમારા પાર્ટનરનું નામ માત્ર બે જ કેસમાં કાઢી શકાય છે. પ્રથમ, કાં તો બંને અલગ થઈ ગયા હોય અને બીજું તમારા જીવનસાથીનું અવસાન થયું હોય. પાસપોર્ટમાંથી નામ કાઢવા કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે અને આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આજે અમે તમને પાર્ટનરને પાસપોર્ટમાં કેવી રીતે એડ કે રિમૂવ કરી શકો છો તે જણાવીશું. પહેલા પાસપોર્ટમાં નામ ઉમેરવાની વાત કરીશું અને પછી પાસપોર્ટમાંથી નામ કાઢી નાખવાની વાત કરીશું. આ માટે તમારે જે દસ્તાવેજોની જરૂર પડશે તે છે- અસલ પાસપોર્ટ, પાસપોર્ટના પ્રથમ અને છેલ્લા પાનાંની નકલ, ઓબ્સર્વેશન પેજ, ECR નોન- ERC પેજ અને જો તમારા પાસપોર્ટની માન્યતા ટૂંકી છે તો માન્યતા દર્શાવતું પાનું પણ સબમિટ કરવું પડશે. આ પછી, તમે પાસપોર્ટમાં પાર્ટનરનું નામ ૨ રીતે ઉમેરી શકો છો. આ માટે તમારે પહેલા પાસપોર્ટ સેવા ઓનલાઈન પોર્ટલ પર પોતાને રજીસ્ટર કરાવવું પડશે.
જો તમે પહેલાથી જ તેના યુઝર છો, તો ID અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો. આ પછી, નવા પાસપોર્ટ / રી-ઇશ્યુ માટે અરજી કરોની લિંક પર ક્લિક કરો. અહી બધી માહિતી અહીં ભરો અને સબમિટ કરો. પછી પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો. અરજીની રસીદની પ્રિન્ટ આઉટ લો અને નિયત તારીખે તમારી નજીકની પાસપોર્ટ ઑફિસની મુલાકાત લઈને છેલ્લું સ્ટેપ પૂર્ણ કરો. આ ઉપરાંત તમે પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓફિશિયલ વેબસાઇટ પરથી XML ફોર્મેટમાં ઇ-ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ પછી, તેને ભરો અને તેને પાસવર્ડ સેવા ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરો. ત્યારબાદ ચુકવણી કરો. છેલ્લા સ્ટેપ માટે તમારે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જવું પડશે. આ માટેના પ્રારંભિક પગલાં ઉપર જણાવ્યા પ્રમાણે જ હશે. રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ માટે તમારે change in existing personal particular પર ક્લિક કરવું પડશે. અહીંથી ફરીથી spouse name નામનો વિકલ્પ પસંદ કરો અને જરૂરી ફેરફારો કરો. ઓનલાઈન પેપરવર્ક પૂર્ણ થયા પછી તમારે નિયત તારીખે પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે. ત્યાં, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને તમામ કાર્યવાહી પૂર્ણ થયા પછી, તમને અપડેટ વિગતો સાથે નવો પાસપોર્ટ મળશે.