પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ટોપ-૫માં આવતા ખેલાડીઓમાં વિષે જાણો..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના દેશ તરફથી સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર ખેલાડી છે. અફઘાનિસ્તાન સામેની જીત રોહિતની ખેલાડી તરીકે ૧૦૦મી T20 જીત હતી. જે એક નવો કીર્તિમાન છે. રોહિત બાદ પોતાના દેશ માટે સૌથી વધુ T20 મેચ જીતનાર ખેલાડી છે શોએબ મલિક. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ૧૨૪ T20 મેચ રમી હતી. જેમાં ૮૬ મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે રન મશીન વિરાટ કોહલી છે. કોહલીએ ભારત તરફથી રમતા અત્યારસુધી ૧૧૫ T20 મેચ રમી છે, જેમાં ભારત ૭૩ મેચમાં વિજેતા બન્યું છે. વિરાટ રોહિત બાદ ભારત તરફથી સૌથી વધુ T20 મેચ જીતનાર બીજાે ખેલાડી પણ છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝ અને અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી આ યાદીમાં સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. બંનેએ પોત પોતાના દેશ માટે કુલ ૭૦ T20 મેચો જીત છે. પાંચમા ક્રમે ન્યુઝીલેન્ડનો આક્રમક બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટિલ છે. ગુપ્ટિલે ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૬૮ T20 મેચો જીતી છે. જ્યારે ઓવરઓલ ૬૮ જીત સાથે ગુપ્ટિલ પાંચમા સ્થાને છે.

Share This Article