લોકસભામાં કેન્દ્રીય નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તે દુઃખદ છે કે સંસદમાં કેટલાક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાથી ઈર્ષ્યા કરે છે. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પરંતુ વિપક્ષને તેની સાથે સમસ્યા છે. ભારતના વિકાસ પર દરેકને ગર્વ હોવો જોઈએ પરંતુ કેટલાક લોકો તેને મજાક સમજી રહયા છે. ૭મી ડિસેમ્બરથી ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રનો આજે ૫મો કાર્યકારી દિવસ છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યાથી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ સત્ર દરમિયાન ઓછામાં ઓછા ૧૬ નવા બિલ પસાર કરવા પર વિચાર કરી રહી છે. શુક્રવારે રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે પેનલ બનાવવાની માંગ કરતું વિવાદાસ્પદ ખાનગી સભ્યનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ભારત-ચીન સરહદ મુદ્દે અને કર્ણાટક-મહારાષ્ટ્ર વિવાદ પર લોકસભામાં હંગામો થયો હતો.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more