નાણા પ્રધાન અરૂણ જેટલી શુક્રવારે સ્વદેશ પરત ફરશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: મેડિકલ ચેકઅપ માટે અમેરિકા પહોંચેલા નાણામંત્રી અરૂણ જેટલી શુક્રવારના દિવસે પરત ફરી રહ્યા છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજુ કરવામાં આવનાર બજેટ પહેલા તેઓ પરત ફરનાર છે. નાણામંત્રી ૨૫મી જાન્યુઆરીની સાંજે સ્વદેશ પરત ફરનાર છે. વચગાળાના બજેટ તેમના દ્વારા જ રજુ કરવામાં આવનાર છે. બજેટ દસ્તાવેજાના પ્રકાશનની પ્રક્રિયા આજે વિધિવત રીતે શરૂ થઈ હતી. ૬૬ વર્ષીય અરૂણ જેટલી ૧૩મી જાન્યુઆરીના દિવસે સારવાર હેતુસર અમેરિકા પહોંચ્યા હતા. કિડનીની સારવારના હેતુસર તેઓ અમેરિકા ગયા હતા. મે ૨૦૧૮માં અરૂણ જેટલીએ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ કરાવી હતી.

જાકે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ વચગાળાના બજેટની રજુઆત સુધી પહોંચી શકશે નહીં. આ વર્ષે સામાન્ય ચુંટણી પહેલા અરૂણ જેટલી દ્વારા અંતિમ બજેટ રજુ કરવામાં આવનાર છે. જેટલીએ સંકેત આપ્યો છે કે તે સામાન્ય વચગાળાનું બજેટ અથવા તો વોટ ઓન એકાઉન્ટ રહેશે નહીં. ચુંટણીના વર્ષમાં સામાન્ય રીતે વોટ ઓન એકાઉન્ટની પરંપરા રહેલી છે. ચુંટણી બાદ નવી સરકાર દ્વારા પુર્ણ બજેટ રજુ કરવામાં આવે છે. માહિતીગાર સૂત્રોએ કહ્યું છે કે સરકાર ખેડુતોની આવકને વધારવાના હેતુસર નવી સ્કીમો પણ શરૂ કરી શકે છે. અરૂણ જેટલીના આરોગ્યને લઈને શ્રેણીબદ્ધ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે શુક્રવારના દિવસે પરત ફર્યા બાદ જેટલી વિસ્તૃત બજેટ રજુ કરશે.

 

Share This Article