આખરે જસ્ટીન ટ્રૂડોએ કહ્યું,”ભારત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત પર આંગળી ચીંધ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પોતાની જ જાળમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે સ્વીકાર્યું છે કે ભારત એક ઉભરતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી છે. પીએમ ટ્રૂડોએ તેમની ઈન્ડો-પેસિફિક નીતિનો પુનરોચ્ચાર કર્યો જેમાં કેનેડા પોતાને ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવામાં રસ ધરાવે છે.

પીએમ ટ્રૂડોએ પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો કે, તેમના દેશમાં કાયદાનું શાસન છે અને ફરી એકવાર ભારતને તપાસમાં સહયોગ માટે વિનંતી કરી છે.. ટ્રૂડો સતત કહી રહ્યા છે કે, તેઓ આ મામલાની સત્યતા બહાર લાવવા માંગે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં એન્ટની બ્લિંકનને મળ્યા હતા. બંને નેતાઓએ કેનેડાના આરોપો અંગે વાત કરી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રૂડોએ આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રી સાથે ઉઠાવવાની અમેરિકાની ખાતરીનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે અમેરિકાએ તેમને ખાતરી આપી છે કે એન્ટની બ્લિંકન વ્યક્તિગત રીતે એસ જયશંકર સાથે આ મુદ્દો ઉઠાવશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે અને આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરી છે.

Share This Article