ઇતિહાસમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર :અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફિલ્મફેર એવોર્ડ માત્ર માયા નગરી મુંબઇમાં જ આયોજિત થતો હતો, પરંતું ૬૯મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે અને ફિલ્મફેર એવોર્ડના ઇતિહાસમાં પહેલાવીર ૨ દિવસનો કાર્યક્રમ થવાનો છે. ગુજરાત ટુરિઝમ આયોજિત ફિલ્મફેર એવોર્ડનો કાર્યક્રમ જાણીતા ફિલ્મ મેકર કરણ જાેહર હોસ્ટ કરવાના છે. ૬૯મો ફિલ્મફેર એવોર્ડ્‌સ૨૦૨૪, ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન કરવાનું એલાન કર્યું છે. કરણ જૌહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ટીમ આ કાર્યક્રમને હોસ્ટ કરશે અને એ રાત્રે રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પર્ફોર્મન્સ આપશે. એ પહેલા ૨૭ જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં કર્ટન રેઇઝર કાર્યક્રમ થશે અને ટેક્નિકલ એવોર્ડ વિજેતાઓને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. બોલિવુડ કલાકારોનો ઝમાવડો ગુજરાતમાં જાેવા મળશે.

Share This Article