મુંબઇ : બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણાતી અને પોતાની એકટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી રાધિકા આપ્ટેએ પણ કહ્યુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલા સુધી જ જાતિય શૌષણ મર્યાિદત નથી. મોટી સંખ્યામા પુરૂષો પણ જાતિય શૌષણનો શિકાર થઇ ગયા છે. કાસ્ટિંગ કાઉંચને લઇને લઇને હાલમા જુદી જુદી અભિનેત્રીઓ તેમની પ્રતિક્રિયા આપી રહી છે. હાલમાં સની લિયોને પણ પણ કાસ્ટિંગ કાઉંચને લઇને તેની પ્રક્રિયા આપી હતી. મનોરંજન ઉદ્યોગમા હાલમા હોલિવુડની એક હસ્તીએ કાસ્ટિંગ કાઉંચ અંગે નિવેદન કરીને ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના નિવેદન બાદ બોલિવુડમાં જુદા જુદા લોકો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. રાધિકાએ કહ્યુ છે કે વધુને વધુ મહિલાઓ આ મામલે આગળ આવે તે જરૂરી છે. એક પ્લેટફોર્મ રહે તે જરૂરી છે. જ્યાંથી કોઇ પણ સમસ્યાને ધ્યાનમાં લેવામા આવી શકે છે.
રાધિકાએ કહ્યુ છે કે માત્ર મહિલાઓ જ નહીં બલ્કે પુરૂષો પણ જાતિય સતામણીનો ભોબ બની રહ્યા છે. તે એવા અનેક પુરૂષોને જાણે છે જે આ ખરાબ તબક્કામાંથી પસાર થઇ ચુક્યા છે. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચને લઇને વધુને વધુ વિગત સપાટી પર આવે તે જરૂરી છે. રાધિકા આપ્ટે કહે છે કે જે લોકો તેમની સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે અને કાસ્ટિંગ કાઉંચમાં સામેલ છે તેમની ગતિવિધી જાહેર કરવામા આવે તે જરૂરી છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે તમામ હદ સુધી જવાની કોઇ જરૂર નથી. તમામ બાબત એક્ટિંગ કુશળતા પર આધારિત છે. કાસ્ટિંગ કાઉંચને લઇને હાલમાં સનીએ પણ પ્રતિક્રિયા આપી હતી. હોલિવુડના ખુબ લોકપ્રિય અને દિગ્ગજ નિર્માતા હાર્વી વિન્સટીન પર અનેક પ્રકારના ગંભીર આરોપો યૌન શૌષણને લઇને મુકવામાં આવ્યા હતા. આ આક્ષેપો તેમના પર થયા બાદ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પોત પોતાની પ્રતિક્રિયા આ વિષય પર આપી રહ્યા છે.
કેટલીક બોલિવુડ અભિનેત્રી કહી ચુકી છે કે તે યૌન શોષણનો શિકાર થઇ ચુકી છે. લિયોને કહ્યુ હતુ કે ચોક્કસપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉંચની પ્રથા રહેલી છે. માત્ર અભિનેત્રી જ નહી બલ્કે અભિનેતા પણ શિકાર થાય છે. સની લિયોન અને રાધિકા આપ્ટે જેવી બોલિવુડની બે અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉંચને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. બોલિવુડમાં કાસ્ટિંગ કાઉંચને લઇને વિતેલા વર્ષોમાં અનેક વખત વિવાદાસ્પદ હેવાલ આવી ચુક્યા છે. આ હેવાલ વચ્ચે હવે સની લિયોન અને રાધિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાધિકા પોતાની બોલ્ડ ઇમેજના કારણે તથા ફિલ્મોમાં સેક્સી અને બોલ્ડ સીનના કારણે વધારે જાણીતી રહી છે. રાધિકા આપ્ટે હાલમાં કેટલીક સારી ફિલ્મો હાથમાં ધરાવે છે. મીટુ ઝુંબેશ હેઠળ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ કર્યા બાદ અનેક અભિનેત્રી ખુલ્લી રીતે મેદાનમાં આવી ગઇ હતી.